સુરતમાં કિન્નર સમાજ અગ્રણી નૂરી કુંવરે મતદાન માટે કરી અપીલ, મત આપી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરીએ - Loksabha Election 2024 - LOKSABHA ELECTION 2024
🎬 Watch Now: Feature Video
Published : Apr 17, 2024, 3:41 PM IST
|Updated : Apr 17, 2024, 4:01 PM IST
સુરતઃ લોકશાહીમાં ચૂંટણીને મહાપર્વ ગણવામાં આવે છે. આ ‘ચુનાવ કા પર્વ’ની ઉત્સાહભેર ઉજવણી માટે સુરતના કિન્નર સમાજ (થર્ડ જેન્ડર)ના સ્ટેટ આઈકોન નૂરી કુંવરે નાગરિકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ કરી હતી. નૂરી કુંવરે મતદાન કરવા સૌ નાગરિકોને પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવાનો અનુરોધ કરતા કહ્યું કે, જાગૃત મતદાતા લોકતંત્રનો ભાગ્યવિધાતા હોય છે. તેથી જ લોકશાહીમાં મતદાનનું અનેરૂ મહત્વ હોય છે. સૌ મતદારોએ સપરિવાર મતદાન કરી લોકશાહીના મહાપર્વની ઉજવણી કરવી જોઈએ. ભારતને યુવાનોનો દેશ ગણવામાં આવે છે ત્યારે 18 વર્ષથી વધુ વયના યંગસ્ટર્સને આળસ છોડી, જાગૃત થઈ મતદાન કરી લોકશાહીની પ્રક્રિયામાં સહભાગી બને તે જરૂરી છે. નૂરી કુંવરે કહ્યું કે, વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશ ભારતમાં લોકો દ્વારા, લોકો માટે અને લોકોનું શાસન ચાલે છે. 18 વર્ષથી વધુની વયના તમામ નાગરિકોને મત આપવાનો અધિકાર મળ્યો છે આ અધિકાર બહુમૂલ્ય છે. દેશભરમાં તબક્કાવાર સાથે ગુજરાતમાં આગામી 7મી મેના રોજ યોજાનારા લોકશાહી ચૂંટણીના મહાપર્વમાં આપણે સૌ નગરિકોએ મતાધિકારનો ઉપયોગ કરી અવશ્ય મતદાન કરવું જોઈએ.