દાહોદ જિલ્લામાં મતદાતાઓએ ઉત્સાહભેર કર્યુ મતદાન, રાજકીય આગેવાનો-વૃદ્ધો-દિવ્યાંગો અને વરરાજાએ કર્યુ મતદાન - Loksabha Election 2024
🎬 Watch Now: Feature Video
દાહોદઃ આજે સવાર 7 કલાકથી લોકસભા ચૂંટણીનું 3જા તબક્કાનું મતદાન ચાલી રહ્યું છે. દાહોદ લોકસભા બેઠક પર મતદાતાઓએ ઉત્સાહથી મતદાન કર્યુ છે. રાજકીય આગેવાનો, પક્ષોના ઉમેદવારો ઉપરાંત વૃદ્ધો-દિવ્યાંગ અને વરરાજાએ મતદાન કર્યુ છે. દાહોદ લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકો આવેલી છે.જેમાં સંતરામપુર, ફતેપુરા, ઝાલોદ, લીમખેડા, દાહોદ, ગરબાડા અને દેવગઢ બારીયાનો સમાવેશ થાય છે. 7 વિધાનસભા બેઠકોના 18.64 લાખ ઉપરાંતના મતદારો પોતાના મતનો ઉપયોગ કરીને લોકશાહીનું પર્વ એવી ચૂંટણી ઉજવી રહ્યા છે. કુલ 1958 બુથ પર 1399 બ્લિડિંગની અંદર આ મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ રહી છે. દાહોદ જિલ્લામાં વહેલી સવારથી જ મતદાન મથક પર લાંબી લાઈન જોવા મળી હતી. ઝાલોદ તાલુકાના મીરાખડી ગામના મહિડા રોમીબેન છમનાભાઈ કે જેઓ 90 ટકા દિવ્યાંગ હોવા છતાં, દાહોદમાં 94 વયના ઉંમરના ચંદન બાબુ જૈન, દાસા ગામ ખાતે 100 વર્ષના વૃદ્ધા રતની બેને મતદાન કર્યુ છે. રતની બેને દરેક મતદારોને આવનાર ભવિષ્ય માટે અચૂક મતદાન કરવા અપીલ પણ કરી હતી. કોટમ્બી ગામ ખાતે લગ્ન કરવા જતા પહેલાં વરરાજા રાકેશ પરમારે નાગરિક તરીકેની લોકશાહી પ્રત્યેની પોતાની ફરજ નિભાવવા માટે મતદાન કરી પોતાની નૈતિક ફરજ બજાવીને લોકશાહીના આ મહાપર્વમાં ભાગીદારી નોંધાવી હતી. ભાજપના દાહોદ ના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે પોતાના પત્ની તથા લીમખેડાના ધારાસભ્ય શૈલેષ ભાભોરે માદરે વતન દાસા મુકામે પોતાના માતા પિતાને પગે લાગીને મતદાન મતદાન કર્યુ હતું. કોંગ્રેસના ઉમેદવાર ડો પ્રભાબેન તાવીયાડે પોતાના માદરે વતન ડુંગર ખાતેથી મતદાન કર્યુ હતું. દાહોદ લોકસભા બેઠકમાં રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે તેમના વતન પીપેરો મુખ્ય પ્રાથમિક શાળામાં મતદાન બુથ ઉપર રાજ્યમંત્રી બચુભાઈ એ નાળિયેર વધેરી મતદાન કર્યુ. દાહોદ જિલ્લા માં સવારે 11 કલાક સુધી સૌથી વધારે મતદાન લીમખેડા માં 30.86 નોંધવા પામેલ છે અને સોથી ઓછું મતદાન ઝાલોદ માં 22.26 નોંધાયેલ છે.
સવાર 11 કલાક સુધી મતદાન
123 | સંતરામપૂર | 26.44 % |
130 | ઝાલોદ | 22.26 % |
131 | લીમખેડા | 30.86 % |
132 | દાહોદ | 24.49 % |
133 | ગરબાડા | 26.98 % |
134 | દેવગઢ બારિયા | 27.76 % |