જો જીતા વહી સિકંદર-રાજેશ ચુડાસમા, જૂનાગઢ લોકસભા બેઠક વિજેતાએ આપ્યું નવું સૂત્ર - Lok Sabha Election Results 2024 - LOK SABHA ELECTION RESULTS 2024
🎬 Watch Now: Feature Video
Published : Jun 4, 2024, 3:44 PM IST
જૂનાગઢઃ આજે લોકસભા ચૂંટણીના પરિણામ જાહેર થઈ રહ્યા છે જેમાં જૂનાગઢમાં વર્તમાન સાંસદ રાજેશ ચુડાસમાની જીત થઈ છે. ભાજપના વર્તમાન સાંસદ ત્રીજી વખત જૂનાગઢ લોકસભા બેઠક જીતવામાં સફળ રહ્યા છે. મતગણતરી સેન્ટર પર અંતિમ તબક્કામાં રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, જૂનાગઢ લોકસભા બેઠકના મતદારોનો હું દિલથી આભારી છું. સાથે સાથે રાજેશ ચુડાસમાએ જો જીતા વહી સિકંદરનો નારો આપ્યો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન અને ચૂંટણી પૂર્વે પ્રત્યેક લોકસભા બેઠક 5 લાખના વિજય માર્જિનથી જીતવાનું ભાજપે એક લક્ષ્ય નિર્ધારિત કર્યું હતું. જેમાં જૂનાગઢ લોકસભા બેઠક 5 લાખની લીડ મેળવવામાં સફળ થઈ નથી પરંતુ જો જીતા વહી સિકંદરના નારા સાથે ભાજપ એ ચૂંટણી પરિણામોના દિવસે એક નવું સૂત્ર આપ્યું છે.