અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર દિનેશ મકવાણાની જીત, જનતાનો માન્યો આભાર - lok sabha election result 2024

By ETV Bharat Gujarati Team

Published : Jun 4, 2024, 3:44 PM IST

thumbnail
અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર દિનેશ મકવાણાની જીત (etv bharat gujarat)

અમદાવાદ: પશ્ચિમ લોકસભા બેઠક પર દિનેશ મકવાણાની જીત થઇ છે. ત્યારે જનતાનો આભાર માનતા તેઓએ કહ્યું કે, હું જનતાનો આભાર માનું છું જેમના લીધે હું 2 લાખ 84 હજાર કરતા વધારે મતોથી જીત્યો છું,આ માટે 65 દિવસ સુધી સતત પ્રચાર કર્યો હતો. 5 લાખની લીડનો ટાર્ગેટ હતો પરંતુ જનતા જનાર્દને જે ચુકાદો આપ્યો છે તે સ્વીકારવું રહ્યું. અમદાવાદ વેસ્ટ બેઠક અનુસૂચિત જાતિના ઉમેદવાર માટે અનામત બેઠક છે. વર્ષ 2008માં થયેલા સીમાંકન બાદ અસ્તિત્વમાં આવેલી અમદાવાદ વેસ્ટ બેઠક પર યોજાયેલી 3 ચૂંટણીમાં ભાજપની જીત થઈ છે. 2008ના સીમાંકન પહેલાં અમદાવાદ વેસ્ટ બેઠક ન હતી પરંતુ, અમદાવાદ બેઠક હતી. અમદાવાદનો શહેરી વિસ્તાર આ બેઠકનો મતવિસ્તાર છે. 2009થી ભાજપના કિરીટ સોલંકી અહીંથી સાંસદ તરીકે સતત ચૂંટાતા રહ્યા હતા. હાલ મતગણતરીની પ્રક્રિયા શરુ થઈ ચૂકી છે. વિધાનસભા બેઠકોની મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર દિનેશ મકવાણાની જીત અંગે થોડીવારમાં જાહેરાત થશે. તમામ વિધાનસભા બેઠકોની મતગણતરી પ્રક્રિયા પૂર્ણ થઈ છે.  EVM મશીન અને બેલેટ પેપરના મત ભેગા કરી અને મતનો આંકડો જાહેર કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.