પોરબંદર: જિલ્લામાં શાંતિ પૂર્ણ ચાલી રહેલ મતદાનમાં પ્રથમ બે કલાકમાં સરેરાશ 7.84 ટકા અને 11 વાગ્યા સુધીમાં સરેરાશ 19.20 ટકા મતદાન થયુ. પોરબંદરના આદર્શ મતદાન મથક અંતરિયાળ વિસ્તારના મતદાન મથકો અને સખી મતદાન મથકો સહિત વિવિધ વિસ્તારોમાં મતદાતાઓએ ઉત્સાહપૂર્વક મતદાન થયું હતું જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ વ્યવસ્થાઓ કરાઇ: પોરબંદર લોકસભાની બેઠક પર આજે 7 મેના રોજ શાંતિ પૂર્ણ મતદાન થઇ રહ્યુ છે. પોરબંદર જિલ્લામાં પોરબંદર અને કુતિયાણા વિધાનસભા વિસ્તારમાં પ્રથમ 2 કલાકમાં 7 થી 8 ટકા અને સમગ્ર લોકસભા વિસ્તારમાં સવારે 7 થી 9 વાગ્યા દરમ્યાન 7.84 ટકા મતદાન થયુ હતુ. પછીના બે કલાકમાં મતદાનની સરેરાશ વધી હતી. જેથી 11 વાગ્યા સુધીમાં સરેરાશ 19.80 ટકા મતદાન થયુ હતુ. અર્જુન મોઢવાડિયાએ મતદાન કર્યું: પોરબંદર જિલ્લાના મોઢવાડા ખાતે વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર અર્જુન મોઢવાડિયાએ મતદાન કર્યું હતું. જ્યારે વિધાનસભા બેઠક પર કોંગ્રેસના રાજુ ઓડેદરાએ મતદાન કર્યું હતું અને તેમણે લોકોને વધુમાં વધુ મતદાન કરવાની અપીલ કરી હતી. રાજુ ઓડેદરાએ જણાવ્યું હતું કે. મોઢવાડા મારુ પોતાનું વતન છે. હું અહીંયાનો દીકરો છું. અહીંયાની ધૂળમાં જ મોટો થયો છું. આ ગામ આખું મારો પરિવાર છે. આજે મારો પરિવાર ઉત્સવ મનાવી રહ્યો છે. ગુજરાતની જનતા અને દેશમાં ઉત્સવ મનાવી રહ્યા છે. આજે લોકો ઉત્સવના રૂપે મતદાન કરવા જઈ રહ્યા છે. આ કોઈ વ્યક્તિ કે પક્ષની ચૂંટણી નથી આ ચૂંટણી વિકસિત ભારતના સંકલ્પની ચૂંટણી છે. આ ઉત્સવ બધી જ જગ્યાએ મનાવવામાં આવી રહ્યો છે અને મોટી સંખ્યામાં લોકો મતદાન કરી રહ્યા છે. ગુજરાત વિકસિત પોરબંદર પણ બનશે અને તે જ સંકલ્પને સાકાર કરવા માટે અને પોરબંદરને બદલવા માટે માત્ર દેશના જ નકશામાં નહીં વિશ્વના નકશામાં પોરબંદરની નોંધ લેવાશે.કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલના મતદાનકર્મીઓ સામે ગંભીર આરોપ - lok sabha election 2024આજે ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024 માટે મતદાન PM મોદીએ અમદાવાદના રાણીપમાં નિશાન સ્કુલ ખાતે કર્યુ મતદાન - Loksabha Election 2024