જામ જોધપુરમાં સજજડ બંધ...લુખ્ખા તત્વો સામે વેપારીઓએ નોંધાવ્યો વિરોધ - Jamnagar News - JAMNAGAR NEWS
🎬 Watch Now: Feature Video


Published : Jul 3, 2024, 3:22 PM IST
જામનગરઃ જામ જોધપુરમાં વેપારી પર લુખ્ખા તત્વોએ કરેલા હુમલાના વિરોધ શહેરના તમામ વેપારીઓએ આજે અડધો દિવસ સજ્જડ બંધ પાળ્યો હતો. જામ જોધપુરમાં ખોળ કપાસના વેપારી ચિરાગ વૃજલાલ દેલવાડીયા પર પાર્કિંગના પ્રશ્નને લઈ માથાભારે શખ્સોએ હુમલો કરતા શહેરમાં વેપારી આલમમાં રોષ ફાટી નીકળ્યો હતો. જામ જોધપુર ટાઉનમાં છેલ્લા કેટલાક સમયથી વધતી જતી લુખ્ખાગીરી, રોમિયોગીરી, ઉંચા વ્યાજ વટાવનાં ધંધા, ટ્રાફિકના પ્રશ્નો, દારૂના વધતાં જતા અનહદ દુષણોના વિરોધમાં સમસ્ત ગ્રામજનો તથા વેપારીઓના દ્વારા આજ રોજ અડધા દિવસનું સંજ્જડ બંધનું એલાન અપાયું હતું. જે અનુસંધાને આજે અડધો દિવસ માટે તમામ વેપારીઓએ પોતાના વેપાર ધંધા સદંતર બંધ રાખ્યા હતા. જેમાં માર્કેટિંગ યાર્ડ દ્વારા પણ સમર્થન અપાયું છે. શહેરમાં વકરતી ગુંડાગીરી દારૂની બદી ખુલ્લે આમ વ્યાજ વટાવના ધંધામાં પોલીસની નિષ્ક્રિયતા દાખવી રહ્યું છે. શહેરના વ્યાજખોરની હાટડીઓમાંના સંચાલકો સાથે અમુક પોલીસની ઉઠક બેઠક હોવાનું ચર્ચાઈ રહ્યું છે.