ચાઇનીઝ લસણ વિરુદ્ધ હાપા યાર્ડમાં આંદોલન : ખેડૂતો અને વેપારીઓએ કર્યા સુત્રોચ્ચાર - Chinese garlic
🎬 Watch Now: Feature Video
જામનગર : ભારતમાં ચાઇનાથી આયાત થતા લસણના કારણે સ્થાનિક ખેડૂતો અને વેપારીઓની આજીવિકા પર પડેલી અસરને પગલે વિશાળ આંદોલન સર્જાયું છે. સ્થાનિક બજારમાં ચાઇના લસણના પ્રવેશથી ભાવમાં ભારે ઘટાડો થતાં ખેડૂતોને પોતાના ઉત્પાદન માટે યોગ્ય ભાવ ન મળતા આર્થિક સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યા સામે જામનગર હાપા યાર્ડમાં એકઠા થયેલા વેપારીઓએ ચાઇનીઝ લસણનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. સાથે જ સૂત્રોચ્ચાર કરીને ચાઇનીઝ લસણને ભારતમાં પ્રવેશવાથી રોકવાની માંગ કરી છે. આ આંદોલનથી સરકારનું ધ્યાન આ સમસ્યા તરફ ખેંચાયું છે. સરકારે આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી છે. સરકારી અધિકારીઓએ હાપા યાર્ડની મુલાકાત લઈને વેપારીઓ અને ખેડૂતો સાથે ચર્ચા કરી છે.