પુત્રીના મોતથી અજાણ ફરજ પર તૈનાત પિતા : અંજારના યોગેશ્વર ચોકડી પાસે જીવલેણ અકસ્માત સર્જાયો - People were outraged - PEOPLE WERE OUTRAGED
🎬 Watch Now: Feature Video
Published : Jul 9, 2024, 12:21 PM IST
|Updated : Jul 9, 2024, 4:47 PM IST
કચ્છ : અંજારના યોગેશ્વર ચોકડી પાસે ટ્રેલર અને સ્કૂટર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં સ્કૂટરચાલક યુવતીને ગંભીર ઇજા પહોંચી હતી. આ અકસ્માત બાદ રોષે ભરાયેલા લોકોએ રસ્તા પર ચક્કાજામ કર્યો હતો. પોલીસે ટ્રાફિક ખુલ્લો કરવાનો પ્રયાસ કરતા મામલો બિચક્યો અને લોકોએ ભારે વાહનોના ટાયરમાંથી હવા કાઢી નાખી હતી. ભારે વાહનો માટે પ્રતિબંધ હોવા છતાં બેરોકટોક વાહનો પસાર થતા અકસ્માત સર્જાતા હોવાની વાત લોકોએ કરી હતી. અકસ્માત સર્જાયા બાદ ટ્રેલરચાલક ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.
બીજી તરફ એક કરુણાંતિકા સર્જાઈ છે. અકસ્માત સર્જાયા બાદ ટ્રાફિક જામ થતા ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા વનરાજસિંહ સોલંકીને ટ્રાફિક ખુલ્લો કરાવાની જવાબદારી સોંપી હતી. જોકે આ અકસ્માતમાં જે યુવતીનું મૃત્યુ થયું તે આ પોલીસકર્મીની જ પુત્રી હતી. આ વાતથી વનરાજસિંહ અજાણ હતા. ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા વનરાજસિંહની પુત્રી રાજવીબાનું અકસ્માતમાં મોત થતાં તેમને પણ શોક લાગ્યો હતો. અંતે પોલીસે બળપ્રયોગ કરી રસ્તો ખુલ્લો કરાવ્યો અને ટ્રેલરચાલકને શોધવા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.