બનાસકાંઠાના સરહદી વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ, જેલાણા ગામે ટાવર ધરાશાયી - Heavy Rain in banaskantha
🎬 Watch Now: Feature Video
Published : Jun 22, 2024, 7:25 AM IST
|Updated : Jun 22, 2024, 12:04 PM IST
બનાસકાંઠા: રાજ્યમાં ચોમાસાનો વિધિવત પ્રારંભ થઈ ગયો છે, ત્યારે જિલ્લાના સરહદી વિસ્તારમાં આખા દિવસ બફારા બાદ વાતાવરણમાં પલટો આવ્યો હતો. સુઈગામ તાલુકાના જેલાણા ગામે ભારે પવન સાથે વરસાદ પડતા ગામમાં આવેલો ટાવર ધરાશાહી થયો હતો અને કેટલાય ઘરોના પતરા ઉડી ગયાં હતા. સરહદી સુઇગમના જેલાણા સહિત વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.જ્યારે ભારે ગરમી અને ઉકળીટ બાદ સાંજના સમયે વરસાદનું આગમન થતાં પંથકમાં ઠંડક પ્રસરી હતી. જોકે ભારે પવનના લીધે કેટલાંય ઘરોના પતરા ઉડી ગયા હતા, જ્યારે જેલાણા ગામમાં ભારે પાવનથી ટાવર ધરાશાહી થયો હતો. જોકે ટાવર ધરાશાયી થતા કોઈ નુકસાન થયું ન હતું પરંતુ જે લોકોના ઘરોની છતના પતરા ઉડી ગયા તેવા ગામલોકો મુશ્કેલીમાં મુકાયા હતાં.