સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે સફાઈ અભિયાન, વિસનગરમાં ઋષિકેશ પટેલે જાહેર પ્રતિમાની સફાઈ કરી - Swachh Bharat Mission - SWACHH BHARAT MISSION
🎬 Watch Now: Feature Video
Published : Aug 12, 2024, 7:12 AM IST
મહેસાણા : સ્વાતંત્ર્ય પર્વ પૂર્વે સફાઈ અભિયાન, વૃક્ષારોપણ અને પાણી બચાવો જેવા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે રૂબરૂ ઉપસ્થિત રહી મહેસાણા જિલ્લાના વિસનગર શહેરના અલગ અલગ વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ અભિયાન અંતર્ગત વિસનગર શહેરમાં સ્થિત જાહેર પ્રતિમાઓની આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે સફાઈ કરી હતી. સાથે જ શહેરમાં જ્યાં ગંદકી દેખાય ત્યાં સફાઈ કરવામાં આવી હતી. ઉપરાંત ગંદકીનો કાયમી નિકાલ કરવા પ્રયાસ કર્યો હતો. ગંદકીના કારણે આરોગ્યની સમસ્યા ન સર્જાય તે માટે જાગૃતિ લાવવાનો પ્રયાસ શરૂ કરાયો છે. ચોમાસામાં જ્યાં પાણી ભરાયું હોય ત્યાં પાવડર છંટકાવ અને ખાડા પડ્યા હોય ત્યાં ખાડા પૂરવાનું કામ કરવામાં આવ્યું હતું.