રાજ્યમાં આગામી 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, અમદાવાદ-ગાંધીનગરમાં આજે ભારે વરસાદ - gujarat weather update - GUJARAT WEATHER UPDATE

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Jul 30, 2024, 3:47 PM IST

અમદાવાદ: ગુજરાતમાં ચોમાસાનું જોર ફરી વળ્યું છે. એવા સમયે ભારતીય હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર રાજ્યમાં આગમાઈ 7 દિવસ ભારે વરસાદની આગાહી છે. જેમાં બનસકાંઠા, પાટણ, મેહસાણા, સાબરકાંઠા, ભરૂચ, સુરત, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી છે. ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, દીવામાં અતિભારે વરસાદની આગાહી છે. આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદનું ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદનું યેલો અલર્ટ અપાયું છે.ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી છે. અગામી 5 દિવસ માછીમારીને દરિયો ન ખેડવા સૂચના છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, ઓફસૉર ટ્રફ અને શિયારઝોનના કારણે વરસાદની આગાહી છે. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં આજે ભારે વરસાદની આગાહી છે. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.