સોનગઢમાં ગાયકવાડી રાજનો ડોસવાળા ડેમ ઓવરફ્લો થવાના આરે, નજીકના ગામોને કરાયા સાવચેત - Hot rain update - HOT RAIN UPDATE
🎬 Watch Now: Feature Video
Published : Jul 23, 2024, 7:09 AM IST
તાપી : રાજ્યભરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘમલ્હાર થઈ છે. તાપી જિલ્લામાં પડી રહેલા સતત વરસાદને પગલે નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. વિવિધ વિસ્તારના ચેક ડેમો પણ છલકાઈ ચૂક્યા છે. ત્યારે સોનગઢ ખાતે આવેલ ગાયકવાડી રાજનો ડેમ પણ તેની પૂર્ણતઃ સપાટી નજીક પહોંચતા તંત્ર એલર્ટ થઈ કામગીરીમાં જોતરાયું છે. હાલ પણ ડોસવાળા ડેમમાં ભરપૂર પાણીની આવકને ધ્યાનમાં રાખી તંત્રએ સતર્કતાના ભાગરૂપે ડેમ સાથે સંકળાયેલા ગામોને સતર્ક કર્યા છે. સાથે જ મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પડેલા વરસાદને પગલે ઉકાઈ ડેમમાં નવા નીરની આવકમાં વધારો નોંધાયો છે. હાલ ડેમમાં 31,206 ક્યુસેક પાણીની આવક થઇ છે. ડેમમાંથી કેનાલ મારફતે 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ ડેમની સપાટી 313.51 ફૂટ પર પહોંચી છે.