ગુજરાતમાં પહેલીવાર સુરતમાં 12 માળનું પોલીસ ભવન બનશે, 36 કરોડના ભવનમાં હશે અત્યાધુનિક સુવિધાઓ
🎬 Watch Now: Feature Video
Published : Oct 15, 2024, 10:29 PM IST
સુરત: ગુજરાતમાં પહેલીવાર સુરત ખાતે 12 માળના પોલીસ ભવનનું નિર્માણ કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે હેડ ક્વાર્ટર ખાતે આવેલા તાલીમ કેન્દ્રમાં ઈ-ખાતમુર્હત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, અધિકારીઓ સહીત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. 36 કરોડ રૂપિયાના ખર્ચે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથે પોલીસ ભવન બનાવામાં આવશે.
સુરતમાં ગુજરાતનું નંબર વન પોલીસ હેડક્વોર્ટર બનશે
આ બાબતે સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું કે, સુરતમાં દિવસે દિવસે વસ્તી વધારો થઈ રહ્યો છે. હાલ સુરતની 82 લાખ જેટલી વસ્તી છે. ત્યારે સુરતના નાગરિકોને સુરક્ષા અને સલામતી મળી રહે તે માટે સુરતના જુના પોલીસ હેડક્વાર્ટર ખાતે ગુજરાતનું નંબર વન અને પહેલી વખત 12 માળનું પોલીસ ભવનનું નિર્માણ કરવામાં આવશે. જેનું રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે ઈ ખાતમુર્હત કરવામાં આવ્યું છે.
36 કરોડના હેડ ક્વાર્ટરમાં કઈ-કઈ સુવિધા હશે?
36 કરોડ રૂપિયાના ખર્ચે આ પોલીસ ભવન 2 બનાવામાં આવશે. આ પોલીસ ભવનમાં અત્યંત આધુનિક ટેકનોલોજી સાથે બનાવામાં આવશે. જેમાં ઇકોનોમિક સેલ, સાયબર ક્રાઇમ સેલ , મહિલા સેલ, કોન્ફરન્સ હોલ , ઓડિટોરિયમ હોલ, શસ્ત્ર ઘર, લાઇબ્રેરી, ગ્રાઉન્ડ પ્લસ એક માળની પાર્કિંગની વ્યવસ્થા, સીસીટીવી કેન્દ્ર, વગેરેનું અંદર સમાવેશ કરવામાં આવ્યો છે.
તેમણે વધુમાં જણાવ્યું કે, જોકે થોડા દિવસ પેહલા જ આ બાબતે રાજ્ય ગૃહ મંત્રી હર્ષ સંઘવી સાથે બેઠક થઈ હતી. જેમાં સુરતના નાગરિકોના સુરક્ષાના સલામતી બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી. ખાસ કરીને સુરતના જે પ્રાઇવેટ ઓફિસ, ટેક્સટાઇલ, ડાયમંડ ઉદ્યોગ , એટલેકે, તમામ જગ્યા ઉપરના સીસીટીવીનું મોનિટરિંગ પણ અહીંથી જ કરવામાં આવશે. તે ઉપરાંત વાર-તહેવારે ભીડભડ વાળી જગ્યા ઉપર જે પણ સીસીટીવી લગાવવામાં આવશે, તેનું મોનિટરિંગ પણ અહીંથી કરવામાં આવશે. એટલે અત્યંત આધુનિક ટેકનોલોજી સાથેનું એક મોટો હોલ પણ તૈયાર કરવામાં આવશે. જે મામલે રાજ્ય સરકાર પરમિશન આપી દેવામાં આવી છે.