thumbnail

Devbhumi Dwarka News : સલાયામાં ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવ્યાં

By ETV Bharat Gujarati Team

Published : Mar 12, 2024, 9:32 AM IST

Updated : Mar 12, 2024, 10:19 AM IST

દ્વારકા : સલાયામાં આજે તંત્ર દ્વારા સલાયામાં જુના રેલવે સ્ટેશનના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણો ખડકી દેવામાં આવ્યા હોય ત્યારે રેલવે વિભાગ દ્વારા અહીં ગેરકાયદે દબાણો દૂર કરવા અંગે સ્થાનિક આસામીઓને નોટિસ પણ ફટકારવામાં આવી હતી. ત્યારબાદ આજે તંત્ર દ્વારા સ્થાનિક પોલીસને સાથે રાખી રેલવે પોલીસ સાથે રહી સોમવારે 60 જેટલા રેલવે સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો તોડી પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આજે જેસીબી મશીનની મદદથી સલાયામાં રેલ્વે સ્ટેશન વિસ્તારમાં આ દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી સહિતની ટીમો ઘટના સ્થળે હાજર રહી હતી. જેસીબી મશીનની મદદથી સલાહમાં રેલવે સ્ટેશનની જમીન પર થયેલા 60 જેટલા ગેરકાયદે દબાણો દૂર કરવાની કામગીરી આજે આ ધરાઈ હતી જેમાં તંત્ર દ્વારા નોટિસો પણ પાઠવવામાં આવી હતી. જેને લઈને અનેક આસામીઓએ સ્વેચ્છાએ પોતાનો માલ સામાન દબાણ તોડતા પહેલા કાઢી અને સ્વેચ્છાએ નીકળી ગયા હતા. વહેલી સવારથી સલાયાના રેલવે સ્ટેશન વિસ્તારમાં ડીમોલિશન હાથ ધરાયું હતું.

  1. Gujarat Drugs Case: ATS-કોસ્ટગાર્ડ દ્વારા દરિયામાંથી 425 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું, 5 ઈરાનના શખ્સો ઝડપાયા
  2. Water Problem In Summer : દ્વારકામાં સલાયા બંદરના લોકો પાણી વગર ત્રસ્ત ને તંત્ર પાણીના વેપારમાં મસ્ત
Last Updated : Mar 12, 2024, 10:19 AM IST

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.