Surat: સુરત જિલ્લામાં આચાર સંહિતાની અમલવારી, શહેરમાં ૩,૧૭૮ હોર્ડિંગ્સ અને પેઈન્ટીંગ દૂર કરાયા

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Mar 17, 2024, 8:44 PM IST

સુરત: ભારતીય ચૂંટણી પંચ દ્વારા લોકસભાની ચૂંટણીઓની તારીખ જાહેર કરવામાં આવી છે. જેના ભાગરૂપે સુરત જિલ્લામાં આચારસંહિતાના ચુસ્ત અમલ માટે તંત્ર દ્વારા પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી રહી છે. સુરત શહેર-જિલ્લાની તમામ ૧૬ વિધાનસભા વિસ્તારમાં પ્રથમ દિવસે તંત્ર દ્વારા હોર્ડિંગ્સ, પોસ્ટર્સ તેમજ દિવાલ પર પેઈન્ટિંગ કરાયેલા ચિત્રોને હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. સુરત જિલ્લામાંથી પબ્લીક તથા ખાનગી સ્થળોએથી ૮૧૦ વૉલ પેઇન્ટિંગ, ૧૨૭૨ પોસ્ટર્સ, ૪૪૦ બેનરો તથા અન્ય ૬૫૬ મળી કુલ ૩૧૭૮ પ્રચાર સામગ્રી દૂર કરવામાં આવી હતી. સુરત ઉત્તર ૪૦,વરાછા રોડમાંથી ૨૪, કરંજમાંથી ૨૧, લીંબાયતમાં ૩૭૫, સુરતપુર્વમાંથી ૧૪૪, ઉધનામાંથી ૪૧૫, મજુરામાંથી ૯૯, કતારગામમાંથી ૫૪, સુરતપશ્વિમમાંથી ૪૫, ચોર્યાસીમાંથી ૭૦૮, બારડોલીમાંથી ૫૫૨, મહુવામાંથી ૫૮, ઓલપાડમાંથી ૨૨૫, કામરેજમાંથી ૧૬૩, માંડવીમાં ૭૩, માંગરોળમાં ૧૮૨ જેટલા વોલ પેઇન્ટિંગ, પોસ્ટરો, બેનર સહિતની પ્રચાર સામગ્રી દુર કરીને આદર્શ આચારસંહિતા સહિતા અમલીકરણ કરવામાં આવી રહ્યું છે.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.