દ્વારકામાં વરસાદના પગલે સર્જાયેલી તારાજીનો તાગ મેળવતા મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ - Gujarat flood
🎬 Watch Now: Feature Video
દ્વારકાઃ દેવભૂમિ દ્વારકામાં છેલ્લા 3 દિવસથી ધોધમાર વરસાદ ખાબકતા જન જીવન તેમજ વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. તેમજ અનેક રોડ રસ્તા બંધ થયા છે, અનેક ગામો, સોસાયટીમાં પાણી ઘૂસ્યા છે. રાવલ ગામ બેટમાં ફેરવાયું, તેવી તમામ વિગતો અંગે પરિસ્થતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આજે દ્વારકા જિલ્લાના ખંભાળિયા પહોંચ્યા હતા.
જ્યાં તેમની સાથે સાંસદ પૂનમ માડમ, કેબિનેટ મંત્રી મુળુ બેરા, અગ્ર રાજ્ય સચિવ રહ્યા હતા. જેઓ ખંભાળિયા હેલીપેડ ખાતે પહોંચી ત્યાંથી કલેકટર કચેરી રવાના થયા હતા. જ્યાં વચમાં તેમણે પોતાનો કાફલો રોકાવી રામનગર વિસ્તારના લોકોની હાલચાલ પૂછી, ચાલી રહેલી રાહત કામગીરી અંગે જાણકારી મેળવી હતી. ત્યારબાદ તેમણે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ સાથે કલેકટર કચેરીએ મીટીંગ યોજી દ્વારકા જિલ્લામાં વરસાદે સર્જેલી તારાજી અંગે માહિતી પ્રાપ્ત કરી હતી અને અધિકારીઓને જરૂરી સૂચનો આપ્યા હતા. ત્યારબાદ તેમણે કલેકટર કચેરી હોલમાં હાલ વરસાદથી પીડીત પરિવારો સાથે મુલાકાત કરી સરકારની કામગીરી અંગે જાણકારી પ્રાપ્ત કરી હતી અને ખંભાળિયા પંથકનું હવાઈ નિરીક્ષણ પણ કર્યું હતું.