અમદાવાદ જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રા-રથ પૂજન, 7 જુલાઈએ ભગવાનની રથયાત્રા નીકળશે - Jagannath Rath Yatra
🎬 Watch Now: Feature Video
Published : May 10, 2024, 1:39 PM IST
અમદાવાદ : આજરોજ અક્ષય તૃતીયાના પાવન પર્વ પર અમદાવાદ સ્થિત જગન્નાથ મંદિરમાં ચંદન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે ભગવાનના ત્રણેય રથની પૂજા વિધિ મહોત્સવ યોજવામાં આવ્યો, જેમાં અમદાવાદ શહેર મેયર પ્રતિભા જૈન, જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ, શહેર ભાજપ પ્રમુખ અમિત શાહ સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આજે ચંદન યાત્રા વિધિ મહોત્સવ અંતર્ગત પરંપરાગત રિવાજ પ્રમાણે ત્રણેય રથની પૂજા વિધિ અને આરતી કરવામાં આવી. આ વર્ષે સાત જુલાઈએ રથયાત્રા નીકળશે. જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજીએ જણાવ્યું કે, આજે અક્ષય તૃતીયાનો પર્વ છે. રથયાત્રાની વિધિ આજથી શરૂ થઈ છે. આજે ત્રણેય રથની ચંદન પૂજા થઈ અને પૂજન વિધિ બાદ રથનું સમારકામ થશે. 7 જુલાઈએ જગન્નાથજીની રથયાત્રા નીકળશે. વૈદિક મંત્રોચ્ચાર દ્વારા દેવી-દેવતાઓનું આહવાન કરી આજે ત્રણેય રથની પૂજા વિધિ કરવામાં આવી છે.