નોંધી લો ! શૈક્ષણિક સત્ર શરૂ થતા પૂર્વે બાળકોની સલામતી માટે અભિયાન, આ નિયમ ખાસ વાંચો - Children Safety Campaign - CHILDREN SAFETY CAMPAIGN
🎬 Watch Now: Feature Video
Published : Jun 12, 2024, 4:55 PM IST
અમદાવાદ : નવું શૈક્ષણિક સત્ર શરૂ થાય એ પૂર્વે અમદાવાદ વહીવટી તંત્ર દ્વારા બાળકોની સલામતી માટે ખાસ અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત આયોજિત સેમિનારમાં ટ્રાફિક પોલીસ કમિશનર, RTO, DEO, AMC અધિકારીઓ દ્વારા શાળાઓમાં ફાયર સેફ્ટી, રોડ ટ્રાફિક અકસ્માત સહિતના મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. આ તકે વિવિધ શાળાના 1500 થી વધારે સંચાલકો પણ હાજર રહ્યા હતા. તમામ સંચાલકોને શાળામાં બાળકોની સાવચેતી રાખવા અંગે સૂચના અપાઈ હતી. આગામી અઠવાડિયાથી સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવશે. બાળકો RTO માન્ય વાહનોમાં જ શાળાએ પહોંચે એ જરૂરી છે, તથા ફાયર સેફ્ટી, નિયત કરેલ ઝડપે સ્કૂલ બસ ચલાવવા સૂચના કરી હતી. 16 વર્ષથી વધુ ઉંમરના બાળકો જ ગિયર વગરનું વાહન ચલાવે એ સુનિશ્ચિત કરવાનું રહેશે, ગિયરવાળા વાહનો ચલાવવા માટે 18 વર્ષથી વધુ ઉંમર જરૂરી છે. જો લાયસન્સ વગર બાળકો વાહન ચલાવશે તો કામગીરી કરવામાં આવશે. બાળક એક્સિડન્ટ કરે તો જેના નામે વાહન હોય એને 25 હજાર દંડ અને ત્રણ વર્ષની સજા કરવામાં આવશે.