Gujarat Congress: પોરબંદરમાં NSUIના કાર્યકરો મોઢવાડિયાના માર્ગે ! 75એ રાજીનામાં આપ્યા 350થી વધુ રાહમાં... - Porbandar nsui left congress

🎬 Watch Now: Feature Video

thumbnail

By ETV Bharat Gujarati Team

Published : Mar 15, 2024, 3:15 PM IST

પોરબંદર:  કોંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુનભાઈ મોઢવાડિયા એ જ્યારથી કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે, ત્યારથી પોરબંદર જિલ્લા કોંગ્રેસના તમામ હોદ્દેદારો એ પણ રાજીનામાં આપ્યા છે. ત્યારે આજે પોરબંદર જિલ્લા એન.એસ.યુ.આઈના તમામ 75 જેટલા હોદ્દેદારોએ કોંગ્રેસમાંથી રાજીનામીને આપીને કોંગ્રેસને રામ-રામ કર્યા છે. આજે પોરબંદરમાં બપોરે 12 કલાકે NSUI ના પ્રેદશ મહામંત્રી કિશન રાઠોડે એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી અને મીડિયાને જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લા NSUIમાંથી 75 જેટલા હોદેદારો એ મુખ્ય પદ પરથી કોંગ્રેસ માથી રાજીનામું આપ્યું છે. આગામી સમય માં 350 થી વધુ કાર્યકર્તાઓ કોંગ્રેસ માંથી રાજીનામુ આપશે. આ રાજીનામું આપવાનું કારણ જણાવતા કિશન રાઠોડે કહ્યું હતું કે, અર્જુન ભાઈ મોઢવાડીયાના રાજીનામાં બાદ તેમના ભાઈ રામદેવ મોઢવાડીયાને કોંગ્રેસ પક્ષે ખોટી રીતે સસ્પેન્ડ કર્યા હતા. આ બાબતને ધ્યાનમાં લઈને પોરબંદર NSUI રામદેવભાઈ સાથે છે. મહત્વપૂર્ણ છે કે, આગામી સમયમાં આ તમામ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ પણ વર્તાઈ રહી છે. ત્યારે હવે પોરબંદર માંથી કોંગ્રેસ સંપૂર્ણ પણે ખાલી થઈ ગઈ હોઈ એવો ઘાટ સર્જાયો છે. 

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.