નડા'બેટ', વરસાદે બનાસકાંઠાના સરહદી વિસ્તાર નડાબેટને બેટમાં ફેરવ્યું - Buffat desert turned into sea - BUFFAT DESERT TURNED INTO SEA
🎬 Watch Now: Feature Video
Published : Jul 4, 2024, 8:25 AM IST
બનાસકાંઠા: જિલ્લાના સરહદી નડાબેટની બોર્ડર પર આવેલ બફાટ રણ આજે દરિયા જેવું બની ગયું છે. એક જ રાતમાં વરસેલા વરસાદે નડાબેટની તસ્વીર બદલી દીધી છે જ્યારે સુઈગામ પંથકમાં એક જ દિવસમાં સાડા ત્રણ ઇંચ (77 મીમી) વરસાદ વવારસ્યો હતો જેથી નડાબેટના રણમાં વરસાદી પાણી ભરાતા જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. પાણીનો ભરાવો થતા સુકું રણ દરિયો બન્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આ આહલાદ દ્રશ્યો જોવા માટે સહેલાણીઓ પણ નડાબેટ ખાતે આવી રહ્યા છે. જ્યારે દૂર દૂરથી આવેલા લોકોએ જણાવ્યું હતું કે, અહીંયા પહેલા ખૂબ જ ગરમ હવા આવતી અને ગરમ પવન ફુકાતો પરંતુ આજે આ રણ દરિયો બનતા અહીંયા બહુ સરસ ઠંડી હવા આવે છે.