તાપીમાં મેઘરાજાની મહેર : ડોલવણ તાલુકામાં 2 કલાકમાં અંદાજે 3 ઈંચ વરસાદ ખાબક્યો - 3 inch rain fall in 2 hours of Tapi - 3 INCH RAIN FALL IN 2 HOURS OF TAPI
🎬 Watch Now: Feature Video
Published : Jul 6, 2024, 3:32 PM IST
તાપી: રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદી માહોલ જામ્યો છે. જેમાં ઘણા વિસ્તારોમાં પાણી ભરાયાની સમસ્યાથી લોકોને હાલાકી ભોગવવી પડી હતી. અને મનપાની પ્રિમોન્સૂનની કામગીરી પર પણ સવાલો ઉઠ્યા હતા. ત્યારે તાપી જિલ્લામાં કેટલાક વિસ્તારમાં પણ વરસાદી માહોલ જામ્યો હતો. ત્યારે તાપી જિલ્લાના ડોલવણ તાલુકામાં મેઘરાજા મહેરબાન થયા છે. ડોલવણ તાલુકામાં 10 થી 12 વાગ્યાના સમયગાળા દરમિયાન બે કલાકમાં જ અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. ત્યારે વરસાદને પગલે ડોલવણ તાલુકામાં નદી નાળાઓ પાણીથી ભરાયા છે. અને પાણીની ભરપૂર આવક થઈ છે. ઉપરાંત, ડોલવણ તાલુકાના ચુનાવાડી ગામે ખેતરો પાણી પાણી થયા છે. ખેતરોમાં પાણી ભરાય જતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.