સુરતના જાણીતા વ્યાજખોરની ઉધના પોલીસે કરી ધરપકડ - usurer arrested in surat - USURER ARRESTED IN SURAT
🎬 Watch Now: Feature Video
Published : Jul 16, 2024, 8:10 PM IST
સુરત: સમગ્ર રાજ્યમાં વ્યાજખોરોનું દૂષણ નાબૂદ કરવા પોલીસે મુહિમ ઉપાડી છે. જેના ભાગરૂપે સુરત વ્યાજખોરો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. સુરતમાં માથાભારે વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફે લાલી હંજરાની ધરપકડ કરી. વ્યાજખોર ધર્મેન્દ્રએ પીડિત પાસેથી 2 લાખની જગ્યાએ 5 લાખથી વધુની રકમ વસૂલી હતી. ઉપરાંત 15 લાખનો ચેક બાઉન્સ કરાવી વધુ રૂપિયાની ઉઘરાણી કરી હતી. ફરિયાદીએ આરોપી પાસેથી 2 લાખ વ્યાજપેટે લીધા હતા. જેમાં 24 હજાર કાપી 1.76 લાખ આપ્યા હતા. જોકે ફરિયાદીએ ધર્મેન્દ્રને સમયસર વ્યાજ સહિતની મુદ્દલ ચુકવ્યા છતાં વધુ 15 લાખનો ચેક બાઉન્સ કરાવ્યો હતો. અન્ય એક મહિલા પાસેથી પણ ઊંચુ વ્યાજ વસૂલી કરાઈ હોવાની પણ ફરિયાદ મળતા ઉધના પોલીસે વ્યાજખોર ધર્મેન્દ્ર ઉર્ફ લાલી હંજરા સામે વધુ એક ગુનો દાખલ કરી ધરપકડ કરી હતી. પોલીસે 57 ચેક,15 એક્સિસ બેંકની ચેક, કેટલીક પ્રોમિસરી નોટ કબજે કરી છે.