સુરતમાં ગણેશ પંડાલમાં પથ્થરમારા મામલે 26 આરોપીઓને 20 દિવસ બાદ જામીન પર જેલમાંથી છુટકારો - stone pelting in surat - STONE PELTING IN SURAT
🎬 Watch Now: Feature Video
Published : Sep 28, 2024, 5:28 PM IST
સુરત: શહેરના સૈયદપુરા વિસ્તારમાં આવેલ વરિયાળી બજારમાં ગણેશ પંડાલમાં ગત 8 સપ્ટેમ્બરના રોજ રીક્ષામાં આવેલ સગીરોએ પથ્થરમારો કર્યો હતો. જેને લઇને મોટી સંખ્યામાં ગણેશભક્તો સૈયદપુરા પોલીસ ચોકી ખાતે પહોંચ્યા હતા અને સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી થાય તેવી માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. જેને દરમિયાન પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણ પણ ઊભુ થયું હતું. આ દરમિયાન ઘણા ઘરમાં ધાબાઓ પરથી પથ્થરમારો થયો હતો. જેને લઇને પોલીસે સીસીટીવી ફૂટેજ અને ડ્રોન કેમેરાની મદદથી 26 આરોપીઓ અને 6 જેટલા સગીરો વિરૂદ્ધ કાર્યવાહી કરી હતી અને 26 ઇસમોને જેલમાં મોકલી આપ્યા હતા. ત્યારે આજરોજ કોર્ટમાં ચાલેલી દલીલમાં કોર્ટે તમામ આરોપીઓને 25000 રૂપિયાના શરતી જામીન આપ્યા હતા. જેને લઇને 20 દિવસ બાદ પથ્થર મારાના આરોપીઓનો જામીન પર જેલમાંથી છુટકારો થયો હતો.