સુરતના પલસાણામાં ત્રણ દિવસમાં 16 ઇંચ વરસાદ, બલેશ્વરમાં સર્જાઈ પૂરની સ્થિતિ - rain in palsana

By ETV Bharat Gujarati Team

Published : Jul 2, 2024, 12:08 PM IST

thumbnail
સરતના પલસાણામાં ત્રણ દિવસમાં 16 ઇંચ વરસાદ પડ્યો (etv bharat gujarat)

સુરત: પલસાણા તાલુકામાં 3 દિવસથી સતત વરસાદને વરસી રહ્યો છે. આ દરમ્યાન 16 ઇંચ જેટલો વરસાદ થતાં બલેશ્વર ગામમાંથી પસાર થતી બત્રીસ ગંગા ખાડીમાં પૂર જેવી સ્થિતિ પેદા થઈ ગઈ છે. બલેશ્વરથી નેશનલ હાઇવેને જોડતા માર્ગ પર પાણી ફરી વળતાં ખાડી પાર ફળિયાના 40 જેટલા પરિવારોનો સીધો સંપર્ક કપાયો છે. તેમણે બલેશ્વર કે કડોદરા પલસાણા જવા માટે લાંબો રસ્તેથી જવું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ સતત વરસાદને કારણે બલેશ્વરમાં ખાડીમાં પૂર આવતા ખાડી પરનો પુલ ડૂબી ગયો હતો. જેને કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો. ખાડીની જળ સપાટી વધતાં ગામની ફરતે પાણી થઈ જતાં ગામની સ્થિતિ બેટ જેવી થઈ ગઈ હતી. ખાડી પાર ફળિયાના લોકો ફસાઇ જતાં તેમને માટે મુશ્કેલીજનક સ્થિતિ સર્જાઇ છે. પલસાણા મામલતદાર એમ.વી.પટેલે જણાવ્યું હતું કે, હાલ પલસાણા કડોદરા રસ્તો બંધ છે. આથી ગ્રામજનો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા આવી છે. કોઈનું સ્થળાંતર કરવામાં આવ્યું નથી.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.