10 વર્ષના બાળકનું ધૂળના ઢગલામાં રમતા રમતા દટાઈ જવાથી થયું મોત - boy dies after playing in dust heap - BOY DIES AFTER PLAYING IN DUST HEAP
🎬 Watch Now: Feature Video
Published : Jun 25, 2024, 7:25 PM IST
રાજકોટ: હાલના સમયમાં રોજિંદા અનેક નાની મોટી આકસ્મિક ઘટનાઓમાં મોતના આંકડાઓ બહાર આવે છે. ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલમાં રેતી ચોકથી મોવિયા રોડ તરફ જવાના રસ્તે સજન સિમેન્ટ નામના કારખાનામાં મહંમદ રઝાક પતાણી ઉ.વ. 10 નામનો બાળક રેતી (ભોગાવા) ના ઢગલામાં રમતો હતો તે દરમિયાન અચાનક રેતીનો ઢગલો અકસ્માતે માથે પડતા બાળક રેતીના ઢગલામાં ફસાયો હતો. પરિવારજનોને જાણ થતાંજ બાળકને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હાજર રહેલ ડોક્ટરે મૃત હોવાનું પરિવારજનોને જણાવ્યું હતું.
આ મૃતક બાળકના મૃતદેહને પી.એમ.અર્થે ગોંડલ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સમગ્ર બનાવને લઈને પોલીસ ઘટના સ્થળે પોહચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. બાળકનું મોત નિપજતાં મોટી સંખ્યામાં સુમરા સમાજના આગેવાનો તેમજ સગા સંબંધીઓ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા. આ રઝાકભાઈને ત્રણ સંતાનો જેમાં બે દીકરા અને એક દીકરી છે. સૌથી નાના બાળકનું આકસ્મિક મોત નિપજતાં પરિવારમાં શોક છવાયો હતો.