ETV Bharat / state

લીમખેડા ખાતે 'વિશ્વ આદિવાસી દિવસ'ની ઉજવણી કરાઇ, કાર્યક્રમમાં પ્રશસ્તિપત્રો એનાયત કરાયા - World Tribal Day - WORLD TRIBAL DAY

દાહોદ જિલ્લામાં આજે 'વિશ્વ આદિવાસી દિવસ'ની ઉજવણી કરવામાં આવી હતી. લીમખેડા ખાતે નાયબ મુખ્ય દંડક રમણ સોલંકીની અધ્યક્ષતામાં સમારંભ યોજીને વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. World Tribal Day

કાર્યક્રમમાં પ્રશસ્તિપત્રો એનાયત કરાયા
કાર્યક્રમમાં પ્રશસ્તિપત્રો એનાયત કરાયા (etv bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 9, 2024, 5:14 PM IST

દાહોદ: વિશ્વમાં આદિવાસી સમાજ પોતાની સંસ્કૃતિ, ગૌરવ, ઓળખ અને અસ્તિત્વને જાળવી રાખવાના પ્રયાસના ભાગરૂપે દાહોદ સહિત સમગ્ર ગુજરાતમાં આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા દાહોદ જિલ્લાના લીમખેડા ખાતે 9 મી ઓગષ્ટના દિવસે "વિશ્વ આદિવાસી દિવસ"ની ઉજવણી કરાઇ હતી. કાર્યક્રમની શરૂઆતમાં આદિવાસી પરંપરાગત સાંસ્કૃતિક નૃત્ય રજૂ કરાયા હતા અને આદિવાસી સમાજના વિકાસ માટેની યોજનાઓ લક્ષી ડોક્યુમેન્ટરી ફિલ્મ નિહાળી હતી.

લીમખેડા ખાતે 'વિશ્વ આદિવાસી દિવસ'ની ઉજવણી કરાઇ
લીમખેડા ખાતે 'વિશ્વ આદિવાસી દિવસ'ની ઉજવણી કરાઇ (etv bharat gujarat)

સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર પ્રતિબધ્ધ: આદિવાસી સમાજનો સર્વાંગી વિકાસ થાય, તેમની ભાતીગળ સંસ્કૃતિ અને પરંપરાગત વિરાસતની પ્રતીતિ નવી પેઢીને થાય તે માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. સાબરકાંઠા જિલ્લામાં ખેડબ્રહ્મા ખાતેથી રાજયકક્ષાના 'વિશ્વ આદિવાસી દિવસ' કાર્યક્રમનો શુભારંભ કરાવ્યા બાદ વર્ચ્યુઅલી સંબોધતા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના કાર્યક્રમને જીવંત પ્રસારણ થકી ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું. જેમાં નાયબ મુખ્ય દંડક રમણ સોલંકી જણાવ્યું કે, આદિવાસી સમાજનો દિવ્ય અને ભવ્ય ઈતિહાસ રહેલો છે. જળ, જંગલ, જમીન અને પર્યાવરણ સાથે જોડાયેલી આદિવાસી સમાજની ભવ્ય પ્રાચીન સંસ્કૃતિના વારસાને ટકાવી રાખવા માટે આદિવાસી દિવસનું અનોખું મહત્વ છે.

આદિવાસીઓનું આઝાદીની લડાઇમાં પ્રાણોનું બલિદાન: મુખ્ય દંડકે કહ્યું કે, આઝાદીની લડતમાં અનેક આદિવાસીઓએ પોતાના પ્રાણોનું બલિદાન આપ્યું છે. આ તકે તેમણે આદિવાસી સપૂત બિરસા મુંડા, માનગઢના મહાનાયક ગુરૂગોવિંદ એવા અનેક નવલોહિયા સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનોને યાદ કર્યા હતા. આ અવસરે દાહોદના સાંસદ જસવંતસિહ ભાભોરે જણાવ્યુ હતું કે, સૌપ્રથમ બાજપાઈ સરકારે આદિવાસી સમાજ માટે અલગ મંત્રાલયની રચના કરી હતી. જેથી આ સમાજને સૌથી મહતમ લાભ આપી શકાય. આદિવાસી સમાજનો આઝાદીની જંગમાં ભવ્ય ઈતિહાસ રહ્યો છે.

આદિવાસીઓની ઓળખ અને ઇતિહાસ ગૌરવપૂર્ણ: તેમણે જણાવ્યું કે, વિશ્વના અનેક રાષ્ટ્રોમાં સાંસ્કૃતિક ધરોહરની વિવિધતામાં એકતાના દર્શન કરાવતા આદિવાસીઓની ઓળખ અને ઇતિહાસ ગૌરવપૂર્ણ છે. પ્રકૃતિના ખોળે વસતો આ સમુદાય પડકારોને પહોંચી વળવાની ક્ષમતા ધરાવતી ખમીરવંતી પરિશ્રમી પ્રજા તરીકે ઓળખાય છે. ભારત અને ગુજરાતમાં વસવાટ કરતા મૂળ નિવાસી સમુદાયનો આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, આરોગ્ય બાબતે ઉત્કર્ષ થાય અને તેઓ પણ અન્ય સમાજની હરોળમાં આવી શકે તે માટે કેન્દ્ર - રાજ્ય સરકારોએ “જ્યાં નાગરિક ત્યાં સુવિધા"નાં મંત્રને ચરિતાર્થ કર્યો છે.

કાર્યક્રમમાં પ્રશસ્તિપત્રો એનાયત કરાયા
કાર્યક્રમમાં પ્રશસ્તિપત્રો એનાયત કરાયા (etv bharat gujarat)

કાર્યક્રમમાં પ્રશસ્તિપત્રો એનાયત કરાયા: આ કાર્યક્રમમાં આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ, પ્રગતિશીલ પશુપાલકો, ખેડૂતો, રમતવીરોને પ્રશસ્તિપત્રો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતાં તેમજ વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધનસહાય તથા ચેક વિતરણ મહાનુભાવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. જળ, જંગલ, જમીન અને પર્યાવરણ સાથે જોડાયેલી આદિવાસી સમાજની ભવ્ય પ્રાચીન સંસ્કૃતિના વારસાને ટકાવી રાખવા માટે આદિવાસી દિવસનું અનોખું મહત્વ છે.

  1. દાંતાની શિક્ષિકા 8 વર્ષથી અમેરિકામાં રહીને સરકારી પગાર લે છે, શિક્ષણમંત્રીએ આપ્યો જવાબ - Negligence of the female teacher
  2. આજે પણ પ્રેરક છે આ પુસ્તક જેમાં સાવજોના શિકારનો કાળો અધ્યાય થયો છે કેદ, સિંહ દિવસની ખાસ વાત - Lion Day 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.