ETV Bharat / state

શું છે સિકલ સેલ એનિમિયા? તે કેટલો ઘાતક બની શકે છે ? જાણો... - World Sickle Cell Day

વારસાગત બીમારી સિકલ સેલ એનિમિયા એક જીવલેણ બીમારી છે, ખાસ આદિવાસીઓમાં વિશેષ જોવા મળતી આ બીમારીના દર્દીઓની સંખ્યા દક્ષિણ ગુજરાતમાં આશરે દસ ટકા જેટલી નોંધાઈ છે. જે એક ચિંતાનો વિષય છે. સરકાર પણ આ મુદ્દે કામગીરી કરી આ બીમારીના દર્દીઓને પ્રાથમિક સારવાર આપવાની સાથે માનદ મહેનતાણું પણ આપે છે. પરંતુ વારસાગત આ બીમારીને નાબૂદ કરવા માટે સરકારના નક્કર પ્રયાસોની સાથે સાથે આ રોગથી પીડાતા દર્દીઓ અને પરિવારની જાગૃતિ પણ એટલી જ જરૂરી છે. વધુ માહિતી જાણો આ અહેવાલમાં...,World Sickle Cell Day

વિશ્વ સિકલ સેલ દિવસ
વિશ્વ સિકલ સેલ દિવસ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 19, 2024, 6:14 PM IST

સિકલસેલ બીમારીના દર્દીઓની સંખ્યા દક્ષિણ ગુજરાતમાં આશરે દસ ટકા જેટલી (ETV Bharat Gujarat)

તાપી: સિકલ સેલ એનિમિયા એ એક વારસાગત બીમારી છે. અને આ રોગથી પીડાતા લોકો માટે આ એક પડકારરૂપ બાબત છે. આ સમસ્યા રક્તકણોમાં રહેલ ખામીયુક્ત હિમોગ્લોબીનને કારણે થાય છે. ખાસ પ્રકારની લેબોરેટરી તપાસમાં રક્તકણોનો આકાર દાતરડા એટલે કે શિકલ જેવો થઇ જતો હોવાથી આ રોગને સિકલ સેલથી ઓળખવામાં આવે છે. સિકલ સેલ એનિમિયામાં રક્તકણ અલ્પજીવી હોવાથી દર્દીમાં એનિમિયા જોવા મળે છે. આમ આકાર અને લક્ષણને ધ્યાનમાં લઈને આ સમસ્યાને સિકલ સેલ એનિમિયાથી ઓળખવામાં આવે છે.

સિકલસેલ એનિમિયાના લક્ષણો: આ રોગથી પીડાતા દર્દીનું શરીર ફિક્કું પડી જાય છે. ઉપરાંત, દર્દીને શરીરે કળતરા થાય, તાવ આવે, વારંવાર કમળો થવો, બરોળ મોટી થવી, પેટમાં અને સાંધાના દુખાવાની તકલીફ જેવા લક્ષણો મોટેભાગે રહેતા હોય છે. આ રોગથી પીડાતા દર્દીઓ પૈકી તાપી જિલ્લાના હર્ષ પટેલ નવાપુરાની અભિલાષા ગાવીતને મળ્ય. આ રોગ અંગે તેમના અભિપ્રાયો જાણ્યા. આ રોગને કારણે તેમના રોજિંદા જીવન સાથે સાથે તેમને સામાજિક ક્ષેત્રે કેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તે અંગે માહિતી મેળવી હતી. જો માતા પિતા બેમાંથી એકમાં ખામીયુક્ત રંગસૂત્ર મળે તેને સિકલ સેલના વાહક (ટ્રેડ ) કહેવાય છે. અને માતાપિતા બન્નેમાં ખામીયુક્ત રંગસૂત્ર મળે તેને સિકલસેલ ડીઝીઝ કહેવાય છે. જે આ રોગથી સંપૂર્ણ પીડાતો દર્દી કહેવાય છે. જેની ખાસ માવજત દર્દીએ અને તેમના પરિવારે રાખવાની થાય છે.

સિકલ સેલ રોગથી પીડાતા દર્દી
સિકલ સેલ રોગથી પીડાતા દર્દી (ETV Bharat Gujarat)

આ રોગ શું છે ? અને તે કેટલો ઘાતકી છે ? જેવા અનેક સવાલો સાથે સિકલસેલની આદિવાસી બહુલ વસ્તી ધરાવતા તાપી જિલ્લાના વ્યારા ખાતે રહેતા અને છેલ્લા 32 વર્ષથી આ રોગની ખાસ સારવાર કરતા અને તેના પર પીએચડી કરેલ ડો.અતુલ દેસાઈનો સંપર્ક કરી વધુ વિગતો જાણવાની કોશિશ કરી હતી. સાથે જ આ વિસ્તારમાં આ રોગનું પ્રમાણ કેટલું છે?, સરકાર દ્વારા રોગ પર કાબુ મેળવવા માટે કેવા પ્રયાસો કરાય છે? વગેરે જેવી બાબતો જાણવા માટે જિલ્લા આરોગ્ય અધિકારીની મુલાકાત લીધી.

ડો.અતુલ દેસાઈનો સંપર્ક કર્યો
ડો.અતુલ દેસાઈનો સંપર્ક કર્યો (ETV Bharat Gujarat)

એડ્સ અને કેન્સરના રોગ કરતા એક અંદાજ મુજબ વધુ ઘાતક સિકલસેલ બીમારી છે. જેની સામે ઝઝૂમવા માટે લોકજાગૃતિ જ એક કારગત ઈલાજ છે. ડોકટરોની સલાહને યોગ્ય અનુસરીને આ બીમારી સામે ટકી શકાય છે. અભિલાષા અને હર્ષ જેવા દર્દી તેનું ઉત્તમ ઉદાહરણ છે. જેઓ મક્કમ મનોબળ અને પરિવારની સહાનુભુતિથી આજે આ રોગને હંફાવી રહ્યા છે.

  1. સુરત જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા 9 તાલુકાઓમાં કરાયું 97% સિકલ સેલ સ્ક્રીનિંગ - World Sickle Cell Day

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.