ETV Bharat / state

વિશ્વ સિનિયર સિટીઝન દિવસ: જૂનાગઢના વૃદ્ધ ખેલાડીઓની સરકાર સમક્ષ સન્માન અને પેન્શનની માંગણી, દેશ-વિદેશમાં જીતી ચૂક્યા છે ગોલ્ડ મેડલ… - SENIOR CITIZINE DAY 2024 - SENIOR CITIZINE DAY 2024

આજે દુનિયાભરમાં વિશ્વ સિનિયર સિટીઝન દિવસની ઉજવણી કરવામાં આવી રહી રહી છે. તે નિમિતે જુનાગઢના સિનિયર સિટીઝનો કે જેઓ વૃદ્ધાવસ્થામાં દેશ-વિદેશમાં યોજાનાર રમતોત્સવમાં ભાગ લઈ ગોલ્ડ મેડલ મેળવ્યા છે, તેઓ સરકારને આજ સુધી પેન્શનની માંગી કરી રહ્યા છે. જાણો આગળ…

જુનાગઢના મેડલ વિજેતા સિનિયર સીટીઝન
જુનાગઢના મેડલ વિજેતા સિનિયર સીટીઝન (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Sports Team

Published : Aug 21, 2024, 5:49 PM IST

Updated : Aug 21, 2024, 5:57 PM IST

જુનાગઢ: આજે વિશ્વ સિનિયર સિટીઝન દિવસની ઉજવણી થઈ રહી છે. ખુરશીમાં એક જ જગ્યાએ બેસી રહેવાની ઉંમરે જૂનાગઢમાં રહેતા સિનિયર સિટીઝનો કે જેઓ વૈશ્વિક સ્તરે આયોજિત થનાર રમતોત્સવમાં ભાગ લઈને ગોલ્ડ મેડલ મેળવી ચૂક્યા છે, વૃદ્ધાવસ્થામાં યુવાનો જેવી સ્ફૂર્તિ દાખવી જેઓ ભારતભરમાં દોડની રમતોમાં ભાગ લઈ ઘણા મેડલો જીતી ચૂક્યા છે. તેઓ આજે સરકાર સમક્ષ માન સન્માન અને પેન્શનની માંગણી કરી રહ્યા છે.

જુનાગઢના મેડલ વિજેતા સિનિયર સીટીઝન (ETV Bharat Gujarat)

વિશ્વ સિનિયર સીટીઝન દિવસ: વર્ષ 1988 માં 21મી ઓગસ્ટના દિવસથી અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ રોનાલ્ડ રેગન દ્વારા સિનિયર સિટીઝન દિવસની ઉજવણી કરવાની શરૂઆત કરવામાં આવી હતી. રોનાલ્ડ રેગનએ ત્રીજા યુગના પ્રથમ રાષ્ટ્રીય દિવસની જાહેરાત કરી હતી. ત્યારથી 21મી ઓગસ્ટના દિવસે વિશ્વ સિનિયર સિટીઝન દિવસ ઉજવવામાં આવી રહ્યો છે.

ત્યારે જૂનાગઢના સિનિયર સિટીઝન ખેલાડીઓ કે જેમણે આંતરરાષ્ટ્રીય સ્તરે આયોજિત થતા સિનિયર સિટીઝનો માટેના રમતોત્સવમાં ખૂબ જ ઉમળકાભેર ભાગ લઈને યુવાનોને શરમાવે તે પ્રકારની સ્ફૂર્તિ અને ચપળતા સાથે સ્પર્ધાઓ જીતીને ગોલ્ડ મેડલ મેળવવા સુધીની સિદ્ધિ હાંસલ કરી છે.

વિવિધ રમતોત્સવમાં મેળવેલ ગોલ્ડ મેડલ
વિવિધ રમતોત્સવમાં મેળવેલ ગોલ્ડ મેડલ (ETV Bharat Gujarat)

માળા ફેરરવવાની ઉંમરે બન્યા શ્રેષ્ટ દોડવીર: એવામાં આજે વિશ્વ સિનિયર સિટીઝન દિવસે જુનાગઢના ખેલાડીઓનો વશવસો સામે આવ્યો છે. ગોલ્ડ મેડલ જીતેલા ખેલાડીઓ પણ આજે સરકારની ઉદાસીન નીતીનો ભોગ બની રહ્યા છે. જુનાગઢ શહેરના હીરાલક્ષ્મી બેન વાસન અને ભાનુબેન પટેલ આ બે સિનિયર મહિલા ખેલાડીઓ જીવનના 75 વર્ષ વટાવી ચૂક્યા છે, અને આજે પણ તેઓ 15 થી 20 કીમી આરામથી ચાલી શકે છે, જે કોઈ નાની-સુની વાત નથી. તેઓ છેલ્લા 12 વર્ષથી દેશ અને દુનિયામાં યોજાનાર આંતરરાષ્ટ્રીય રમોત્સવમાં ભાગ લઈ ચૂક્યા છે, અને ઘણા મેડલ પણ જીતી ચૂક્યા છે.

ભાનુબેન પટેલ કે જેમણે જિલ્લા અને રાજ્ય સિવાય ભારતભરમાં હૈદરાબાદ, પૂના, કલકત્તા, બેગલુરુ, મૈસૂરમાં અલગ અલગ રમોત્સવમાં દોડમાં ભાગ લઈને મેડલ પણ જીતી ચૂક્યા છે.

હીરાલક્ષ્મી બેન વાસન
હીરાલક્ષ્મી બેન વાસન (ETV Bharat Gujarat)

આંતરરાષ્ટ્રીય રમતોત્સવમાં ડંકો બોલવ્યો: આ સિવાય ભાનુબેન ચીન અને મલેશિયામાં રમાયેલ આંતરરાષ્ટ્રીય રમોત્સવમાં ભાગ લઈ ચૂક્યા છે. અને ગોલ્ડ મેડલ પણ હાંસિલ કરેલા છે. રશિયા, થાઇલેંડ, તાઇવાન સહિત દેશ અને વિદેશમાં આયોજિત થતા સિનિયર સિટીઝન માટેના રમતોત્સવમાં ભાગ લઈને જૂનાગઢને ગૌરવ અપાવ્યું છે. હીરાલક્ષ્મીબેન વાસન અને ભાનુબેન પટેલ ઓલમ્પિક સમાન આવા રમતોત્સવમાં મેડલો જીતવામાં પણ સફળ રહ્યા છે.

સરકાર તરફથી કોઈ માન-સન્માન નહીં: મેડલ જીતીને સ્વદેશ પરત આવ્યા બાદ સિનિયર સિટીઝનોને આવકારવા માટે પણ સરકાર તરફથી ઉદાસીનતા દાખવવામાં આવી છે. આજે પણ આ ખેલાડીઓ પોતાના ખર્ચે આવા રમતોત્સવમાં ભાગ લેવા માટે જઈ રહ્યા છે. કારણ કે સરકાર તેમની કોઈ વ્યવસ્થા કરી રહી નથી. પદકો જીત્યા બાદ પણ તેમનું કોઈ સન્માન કરવાનો જાહેર કાર્યક્રમ આયોજિત થતો નથી. આટલી મોટી વયે આ ખેલાડીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લઈને જૂનાગઢની સાથે ગુજરાત અને દેશનું નામ વિદેશની ધરતી પર રોશન કર્યું છે.

હીરાલક્ષ્મીબેન કે જેઓ 2010ની સાલથી દોડની રમતમાં ભાગ લઈ રહ્યા છે અને એક પણ એવું બન્યું નથી કે તેઓ જીત્યા ન હોય. તેમણે પ્રથમવાર ફક્ત 34 મિનિટમાં દોડ પૂરી કરી જીત મેળવી હતી.

ભાનુબેન પટેલ
ભાનુબેન પટેલ (ETV Bharat Gujarat)

ભાનુબેનના જણાવ્યા અનુસાર, 1917માં સિનિયર સિટીઝનને પેન્શન મળવાની અરજી બહાર પડી હતી પરંતુ તેમને કોઈ રકમ મળી ન હતી. ત્યારબાદ 1920માં ફરીથી તેમણે બધા જ ડોક્યુમેન્ટ સબમિટ કરી અરજી આપી હતી. પરંતુ હજી સુધી તેનો કોઈ અમલ કરવામાં આવ્યો નથી. વધુમાં તેમણે જણાવ્યું કે, વચ્ચે છાપામાં પણ તેમનું નામ અને 39મો નંબર આપવામાં આવ્યો હતો કે તમને પેન્શનની સુવિધા મળશે. પણ સરકાર તરફથી કોઈ જ રકમ ભાનુબેન કે અન્ય કોઈપણ સિનિયર સીટીઝનને મળી નથી.

સિનિયર સિટીઝનો મેડલ મેળવેલા ખેલાડીઓને પેન્શન આપવા માટે હજી સુધી સરકારે હાથ લાંબા કર્યા નથી. આમના જેવા ઘણા સિનિયર સિટીઝનો આજે આવા રમોત્સવમાં ભાગ લઈ ખૂબ જ સારું પરદર્શન કર્યું હોવા છતાં પણ ઉદાસ જોવા મળી રહ્યા છે.

  1. 15 ઓગસ્ટ નિમિત્તે જુનાગઢના ટીટોડી ગામના ખેડૂત દંપતીને રાષ્ટ્રપતિ દ્વારા મળ્યું નિમંત્રણ - farmer couple invited by President
  2. ચોમાસા દરમિયાન આવી રીતે મપાય છે વરસાદ ! જાણો પદ્ધતિ - rain measuring instrument

Last Updated : Aug 21, 2024, 5:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.