ETV Bharat / state

World Cultural Day: આજે વિશ્વ સંસ્કૃતિ દિવસ, ભારતીય સંસ્કૃતિ સમગ્ર વિશ્વમાં અગ્રેસર - World Cultural Day

આજે વિશ્વ સંસ્કૃતિ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે. ભારત સમગ્ર વિશ્વમાં સંસ્કૃતિની દ્રષ્ટિએ સૌથી વૈવિધ્ય પૂર્ણ વારસો ધરાવે છે. ભારતમાં આજે સંસ્કૃતિનો વારસો જે રીતે સિંચવામાં આવી રહ્યો છે તેને લઈને વિશ્વના દેશો પણ ભારતની સંસ્કૃતિની કદર કરી રહ્યા છે જાણો ભારતની સંસ્કૃતિ વિશે રસપ્રદ માહિતી વિગતવાર. World Cultural Day Indian Cultural Many Festivals Diwali Holi Navratri

ભારતીય સંસ્કૃતિની સમગ્ર વિશ્વમાં અગ્રેસર

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 19, 2024, 4:11 PM IST

Updated : Mar 19, 2024, 6:37 PM IST

ભારતીય સંસ્કૃતિની સમગ્ર વિશ્વમાં અગ્રેસર

જૂનાગઢઃ આજે સમગ્ર વિશ્વમાં સંસ્કૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પ્રત્યેક સમાજ, રાજ્ય અને રાષ્ટ્રને એક અલગ સંસ્કૃતિ હોય છે જેના દ્વારા તેનું સાંસ્કૃતિક મૂલ્ય પણ નક્કી થતું હોય છે. ભારતના વિવિધ પ્રાંતોમાં લોક પરંપરા અનુસાર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાતા હોય છે. જેના દ્વારા ભારત સંસ્કૃતિની દ્રષ્ટિએ સમગ્ર વિશ્વમાં આજે પણ અલગ તરી આવે છે. જેટલી અને જેવી સંસ્કૃતિનું સિંચન ભારતમાં થયું છે તેવી અને તેટલી સંસ્કૃતિ વિશ્વના એક પણ દેશમાં જોવા મળતી નથી. જેને કારણે ભારત સંસ્કૃતિ ને લઈને વિશ્વનો અજોડ દેશ પણ બન્યો છે.

વિવિધ રાજ્યોના વિવિધ સાંસ્કૃતિ પર્વોઃ ભારતના પ્રત્યેક પ્રાંતમાં વિવિધ સાંસ્કૃતિક પર્વો જોવા મળે છે. જે રીતે ગુજરાતીમાં નવરાત્રિની ધામધૂમ હોય છે. ગુજરાતની વાત કરીએ તો આપણા ગરબા વિશ્વ ફલક સુધી પહોંચ્યા છે. વિશ્વના સૌથી લાંબા તહેવાર તરીકે નવરાત્રિને ઓળખ મળી છે. નવરાત્રિની જેમ મહારાષ્ટ્રમાં ગણપતિ મહોત્વ, બંગાળમાં દુર્ગા પૂજા અને દક્ષિણના રાજ્યોમાં ઓનમનું ખૂબ જ મહત્વ હોય છે. પ્રત્યેક રાજ્યની અલગ અલગ સંસ્કૃતિ ભારતને વિશ્વના સાંસ્કૃતિક સ્તરે મજબૂતાઈથી રજૂ કરે છે. ભારતના લોકો ઉત્સવ પ્રિય હોવાને કારણે પણ સમયાંતરે સંસ્કૃતિમાં સંશોધન પણ થતું રહે છે. વિવિધ ઉત્સવો કે જે સીધી રીતે ધર્મ કે પરંપરા સાથે જોડાયેલા છે તેનું પણ સતત આયોજન થતું હોય છે. મોટા મોટા મેળાવડાઓ, કુંભમેળો અને ગિરનારની પરિક્રમા અને મહાશિવરાત્રીનો મેળો પણ ભારતની સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે.

ભારતીય સંસ્કૃતિનું પ્રતીક-દિવાળીઃ દિવાળીનો તહેવાર વિક્રમ સંવંતના તહેવાર તરીકે સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે. જે ભારતની સંસ્કૃતિને સમગ્ર વિશ્વમાં રજૂ કરે છે. આ સિવાય ઉતરાયણના દિવસે પતંગ ચગાવવી, ફાગણ મહિનામાં આવતી હોળીના દિવસે એક મેકને રંગેથી રંગીને જીવનને રંગબેરંગી બનાવવું તેમજ કૃષિ પેદાશોની નવી આવકને ધ્યાને રાખીને પણ વિવિધ તહેવારો અને ઉત્સવોનું આયોજન થતું હોય છે. જેમાં વિવિધ મિષ્ઠાન બનાવવાને લઈને પણ ભારતીય સંસ્કૃતિ આજે વિશ્વમાં બેનમૂન છે.

વિશ્વમાં અનેક સંસ્કૃતિ પ્રવર્તમાન છે. જેમાં ભારત પાસે વિશ્વગુરુ થઈ શકે તેવી સંસ્કૃતિ છે. સંસ્કૃતિ એટલે સમ્યક કૃતિ. વે ઓફ લાઈફને સંસ્કૃતિ કહેવામાં આવે છે. સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિ અલૌકિક સંસ્કૃતિ છે...ડો.પી.વી.બારસિયા(આચાર્ય, બહાઉદ્દીન કોલેજ, જૂનાગઢ)

  1. Navratri 2023: આહીર સમાજની મહિલાઓએ પરંપરાગત પોશાકમાં કર્યા ગરબા
  2. Uttarayan 2024:વિદેશી પતંગબાજોની દેશી પતંગબાજી, અમદાવાદના કોટ વિસ્તારમાં માણી ઉત્તરાયણની અસલી મજા

Last Updated : Mar 19, 2024, 6:37 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.