પાટણ : રાધનપુર ખાતે 9 ઓગસ્ટ, વિશ્વ આદિવાસી દિવસને લઈને આદિવાસી સમાજ દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ગાયત્રી મંદિરથી ગાંધી ચોક સુધી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના જોડાયા હતા.
વિશ્વ આદિવાસી દિવસ : પાટણ જિલ્લાના રાધનપુર ખાતે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે 9 ઓગસ્ટના રોજ ખાસ ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાધનપુર, સાંતલપુર, સમી અને હારીજ સહિતના વિસ્તારમાં વસવાટ કરતા આદિવાસી સમાજના લોકો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા ગાયત્રી મંદિરથી ગાંધી ચોક સુધી યોજાઈ હતી, જેમાં મોટી સંખ્યામાં સમાજના જોડાયા હતા. આમ સમગ્ર પંથકના લોકોએ એક સાથે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરી હતી.
ભવ્ય શોભાયાત્રાનું આયોજન : આ પ્રસંગે પાટણ જિલ્લાના તમામ તાલુકાઓમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના ભાઈ-બહેનો, રાજકીય અગ્રણીઓ, સાધુ-સંતો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. તમામ લોકોએ સાથે મળીને સમાજના રીતરિવાજ મુજબ વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરી અને વર્ષોની પરંપરા જાળવી રાખી હતી.
સમગ્ર આદિવાસી સમાજ ઉપસ્થિત : આ પ્રસંગે કરસનભાઈ રાણા, અજયભાઈ રાણા, પ્રભુભાઈ સરપંચ અને જિલ્લા પંચાયતના ચેરમેન બાબુભાઈ અને આદિવાસી સમાજના પ્રમુખ હરજીભાઈ ભાનાજી આદિવાસી ભીલ અને ઉપપ્રમુખ સાદુરભાઈ અને ઈશ્વરભાઈ ભીલ અને અજમલભાઈ બાબુભાઈ તાલુકા પંચાયત સદસ્ય સમી અને સીનાડ ગામના સરપંચ અને મુકેશભાઈ ફરાર અને તેમજ આદિવાસી સમાજના સમગ્ર આગેવાનો બાળકો મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.