જૂનાગઢ: માનવતાને શર્મસાર કરે તે પ્રકારનો અતિ ધ્રુણાસ્પદ કિસ્સો ગીર ગઢડા પોલીસ માથકમાં સામે આવ્યો છે. સમગ્ર મામલામાં દેશી દારૂના વ્યવસાય સાથે સંકળાયેલી મહિલા બુટલેગરને પોલીસના કર્મચારીઓની સાથે હોમગાર્ડનો એક અને અન્ય એક કર્મચારીએ મળીને પાછલા એક વર્ષથી જાતીય દુષ્કર્મનો શિકાર બનાવતા મહિલાએ તમામ લોકો વિરુધ ઉના પોલીસમાં મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે સોમનાથ પોલીસે બે પોલીસ કોન્સ્ટેબલ એક હોમગાર્ડ નો જવાન અને અન્ય એક કર્મચારી મળીને કુલ ચાર વ્યક્તિઓની મહિલા બુટલેગર પર જાતીય દુષ્કર્મના આરોપ અટકાયત કરીને કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજાએ સમગ્ર મામલામાં વિગતો આપતા જણાવ્યું હતું કે મહિલાની ફરિયાદને આધારે તાત્કાલિક પોલીસે કામગીરી શરૂ કરીને પોલીસના બે કર્મચારી એક હોમગાર્ડ અને અન્ય એક કર્મચારીની અટકાયત કરી છે. ફરિયાદી મહિલાને ફરી એક વખત નિવેદન માટે બોલાવવામાં આવશે ત્યારબાદ તેને તબીબી પરીક્ષણ માટે પણ મોકલવામાં આવશે પોલીસ તરફથી કોઈ મુદ્દાને લઈને ફરિયાદ દાખલ થઈ શકે છે. મહિલાએ જે રીતે નિવેદન આપ્યું છે તે મુજબ પોલીસ સિવાયનો અન્ય એક કર્મચારી કે જેણે પોલીસ તરીકેની ઓળખ આપીને મહિલાને દુષ્કર્મનો શિકાર બનાવી છે તેના પુરાવા મળતા જ પોલીસ પરેશ નામના આરોપી વિરુદ્ધ નવી ફરિયાદ પણ દાખલ કરી શકે છે.
પોલીસના બે કર્મચારી સલીમ અને મોહનની સાથે હનીફ નામનો હોમગાર્ડ જવાન અને પરેશ નામનો અને એક કર્મચારી વિધવા મહિલાને દારૂ વેચાણ કરવા દેવાની શરતે જાતીય દુષ્કર્મનો શિકાર પાછલા એક વર્ષથી બનાવી રહ્યા હતા. મહિલા અને પોલીસ કર્મચારીઓ વચ્ચે થયેલી વોટ્સએપ ચેટ પણ મહિલાએ પુરાવા તરીકે પોલીસ ફરિયાદમાં આપી છે. જેમાં પણ ખૂબ જ બિભત્સ ભાષાનો ઉપયોગ કરાયો છે. ફરિયાદી મહિલાનો પતિ થોડા મહિનાઓ પૂર્વે અવસાન પામ્યો છે ત્યારે આ મહિલાએ ફરી તેનો દારૂનો ધંધો શરૂ કરતા પોલીસ કર્મચારીઓએ મહિલા પર નજર બગાડી અને તેને સતત દુષ્કર્મનો શિકાર બનાવતા રહ્યા હતા.
ફરિયાદી મહિલાનો પણ ઇતિહાસ ગુનાહિત
જે મહિલાએ જાતીય દુષ્કર્મની પોલીસ કર્મચારીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે તે મહિલાઓનો ઇતિહાસ પણ ગુનાહિત જોવા મળે છે. ફરિયાદી મહિલા સામે ઉના અને ગીર ગઢડા પોલીસ મથકમાં અગાઉ દેશી દારૂનું વેચાણ કરવા માટે છ જેટલા કેસ પણ રજીસ્ટર થયા હતા. જેમાં મહિલાની પોલીસે અટકાયત પણ કરી હતી. સમગ્ર મામલામાં મહિલા પોલીસ મથકના પીઆઇ એમ.વી પટેલ મહિલાની ફરિયાદને આધારે સમગ્ર મામલામાં તપાસ કરી રહ્યા છે.