જૂનાગઢ: માગશર વદ એકમ એટલે કે, માગશર મહિનાની એકમના દિવસે આદ્રા નક્ષત્ર હોય છે. સનાતન ધર્મની પરંપરા અનુસાર, એકમના દિવસે ભગવાન શિવલિંગ સ્વરૂપે પૃથ્વી પર પ્રગટ થયા હતા, ત્યારબાદ આજ દિવસે બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન શિવની લિંગ સ્વરૂપે પ્રથમ વખત પૂજા કરી હતી. સતત આદિ અનાદિ કાળથી ભગવાન શિવની પૃથ્વી પર લિંગ સ્વરૂપે પૂજા થઈ રહી છે.
માગશર વદ એકમ આદ્રા નક્ષત્ર: માગશર વદ એકમ અને આદ્રા નક્ષત્રના દિવસે મહાદેવની લિંગ સ્વરૂપે પૃથ્વી પર પ્રાગટ્ય થયું હતું. સીધી ભાષામાં સમજીએ તો આજના દિવસે ભગવાન શિવનો પૃથ્વી પર પ્રાગટ્ય દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આદ્દા નક્ષત્રમાં આપણે સોના ચાંદી અને શુભ વસ્તુની ખરીદી કરવાની એક પરંપરા છે, પરંતુ માગશર મહિનાની વદ એકમના દિવસે આવતા આદ્રા નક્ષત્રમાં મહાદેવના પ્રાગટ્ય દિવસ નિમિત્તે તેના દર્શન અને શિવ મહિમા થકી દેવાધીદેવ મહાદેવ પ્રત્યે ભક્તિ ભાવ વ્યક્ત કરવાનો આજનો પવિત્ર દિવસ છે. સોમવારે સોમનાથ મંદિરમાં શિવની મહાપુજા અભિષેક આરતી અને વિવિધ તત્વો દ્વારા અભિષેક કરવામાં આવ્યો હતો.
પ્રથમ વખત બ્રહ્મા અને વિષ્ણુએ કરી પૂજા: માગશર વદ એકમના દિવસે આવતા આદ્રા નક્ષત્રમાં પૃથ્વી લોક પર લિંગ સ્વરૂપે પ્રગટ થયેલા મહાદેવની પ્રથમ પૂજા આરતી અને દર્શન ભગવાન બ્રહ્મા અને વિષ્ણુને કર્યા હતા. મહાદેવના લીંગ સ્વરૂપે પ્રગટ થયાની જાણ બ્રહ્મા અને વિષ્ણુને થતા તેઓએ શિવની પ્રથમ પૂજા કરી હતી. આજના દિવસે મહાદેવની મહાપૂજા કરવાથી પ્રત્યેક શિવભક્તને ધાર્મિક સારું ફળ પ્રાપ્ત થતું હોય છે. પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં પણ આજે માગશર વદ એકમ અને આદ્રા નક્ષત્રના દિવસે મહાદેવની પૂજા સાથે સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય તે માટે ભગવાન શિવની પૂજા આરતી પંચાક્ષર સ્ત્રોતનું આયોજન કરીને અનોખી રીતે મહાદેવના પૃથ્વી પર લિંગ સ્વરૂપે પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: