અમદાવાદ: આગામી સમયમાં હોળીનો તહેવાર નજીકમાં છે. ત્યારે મુસાફરોને વતન જવામાં મુશ્કેલી ન પડે તે માટે બાન્દ્રા ટર્મિનસ-બીકાનેર અને બાન્દ્રા ટર્મિનસ-ઉદયપુર વચ્ચે હોળી સ્પેશિયલ ટ્રેનો ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી શ્રી સુમિત ઠાકુર દ્વારા આપવામાં આવેલ એક પ્રેસ રિલિઝ મુજબ ટ્રેનોની વિગત:
1. ટ્રેન નંબર 04714/04713 બાન્દ્રા ટર્મિનસ-બીકાનેર સ્પેશિયલ
ટ્રેન નંબર 04714 બાન્દ્રા ટર્મિનસ-બીકાનેર સ્પેશિયલ શુક્રવાર, 22 અને 29 માર્ચ, 2024 ના રોજ બાન્દ્રા ટર્મિનસથી 16.00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 14.30 કલાકે બીકાનેર પહોંચશે. આ રીતે, ટ્રેન નંબર 04713 બીકાનેર-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ ગુરૂવાર, 21 અને 28 માર્ચ, 2024 ના રોજ બીકાનેરથી 15.00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 13.40 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, સૂરત, વડોદરા, આણંદ, નડિયાદ, અમદાવાદ, મહેસાણા, ભીલડી, રાનીવાડા, મારવાડ ભીનમાલ, મોદરાન, જાલોર, મોકલસર, સમદડી, લૂની, જોધપુર, મેડતા રોડ, નાગૌર અને નોખા સ્ટેશનો ઉપર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટિયર, એસી 3-ટિયર, સ્લીપર અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
2. ટ્રેન નંબર 09620/09619 બાન્દ્રા ટર્મિનસ-ઉદયપુર સ્પેશિયલ
ટ્રેન નંબર 09620 બાન્દ્રા ટર્મિનસ-ઉદયપુર સ્પેશિયલ ગુરૂવાર, 21 અને 28 માર્ચ, 2024 ના રોજ બાન્દ્રા ટર્મિનસથી 18.05 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 08.40 કલાકે ઉદયપુર પહોંચશે. આ રીતે, ટ્રેન નંબર 09619 ઉદયપુર-બાન્દ્રા ટર્મિનસ સ્પેશિયલ બુધવાર, 20 અને 27 માર્ચ, 2024 ના રોજ ઉદયપુરથી 23.00 કલાકે પ્રસ્થાન કરશે અને બીજા દિવસે 14.30 કલાકે બાન્દ્રા ટર્મિનસ પહોંચશે.
આ ટ્રેન બંને દિશાઓમાં બોરીવલી, દહાનૂ રોડ, વલસાડ, સૂરત, ભરૂચ, વડોદરા, નડિયાદ, અમદાવાદ, હિમ્મતનગર, શામળાજી રોડ, ડૂંગરપુર, સેમારી, જય સમંદ રોડ અને જાવર સ્ટેશનો ઉપર રોકાશે. આ ટ્રેનમાં એસી 3-ટીયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.
ટ્રેન નંબર 04714 અને 09620 નું બુકિંગ 15 માર્ચ, 2024 થી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર શરૂ થશે. ઉપરોક્ત ટ્રેનો વિશેષ ભાડા પર સ્પેશિયલ ટ્રેન તરીકે ચાલશે. ટ્રેનોના સ્ટોપેજના સમય અને સંરચના સંબંધિત વિસ્તૃત જાણકારી માટે યાત્રી કૃપા કરીને www.enquiry.indianrail.gov.in પર જઈને અવલોકન કરી શકે છે. |