સુરત : પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝીટ ઓટો એકઝીબીશનનું સુરત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં અત્યાધુનિક વાહનો સાથે વિશ્વની પ્રથમ હરોળની મોટર કાર પ્રદર્શનમાં મૂકવામાં આવી છે. અહીં 40 હજારથી લઈ 40 લાખની મોટર સાયકલનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ સાથે ચાર લાખથી લઈ સાડા ચાર કરોડ સુધીની અત્યાધુનિક કાર મૂકવામાં આવી છે.

ઈન્ટરનેશનલ ઓટો એક્સપો : સુરતમાં આયોજીત ઈન્ટરનેશનલ ઓટો એક્સપોમાં વોલ્વો કંપનીની XC 40 Recharge કારનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. જ્યારે Hyundai Creta N Line અને BYD seal કાર દેશમાં પ્રથમ વખત સુરતના ઓટો એક્સપોમાં ડિસ્પ્લે માટે મૂકવામાં આવી છે. આ ઓટો એક્ઝિબિશનમાં દેશ-વિદેશની અગ્રગણ્ય ઓટો કંપનીઓ દ્વારા તેમના ઉત્પાદનો જેવા કે કાર, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ્સ, ઓટો એસેસરીઝ, સ્પેરપાટર્સ તથા વર્કશોપને લગતી મશીનરી અને ટુલ્સ પ્રદર્શિત કરવામાં આવશે. ઈન્ટરનેશનલ ઓટો એક્સપોમાં કાર સેગમેન્ટ, ટુ વ્હીલર સેગમેન્ટ, કોમર્શિયલ સેગમેન્ટ, એન્સીલરીની 70થી વધુ બ્રાન્ડ્સે ભાગ લીધો છે. જેમાં પેટ્રોલ ડીઝલ વ્હીકલ, હાઇબ્રીડ વ્હીકલ, પ્લગ ઇન હાઇબ્રીડ વ્હીકલ, ઇલેક્ટ્રિક વ્હીકલ જોવા મળે છે.

વિન્ટેજ કાર કલેક્શન : દુનિયાની સૌથી પહેલી માસ પ્રોડક્શન કાર મોડલ ફોર્ડ ટી પણ ડિસ્પ્લેમાં છે. એ જ રીતે દુનિયાની સૌથી પોપ્યુલર કાર વોક્સ વેગન કાર ડિસ્પ્લેમાં મૂકવામાં આવી છે. કુલ સાત જેટલી વિન્ટેજ કાર અહીં મૂકવામાં આવી છે. 1921માં અમેરિકામાં બનેલી ફોર્ડ ટી મોડલ,1930 અમેરિકામાં બનેલી ફોર્ડ એ પેન્થોન મોડલ સહિતની સાત વિન્ટેજ કાર મૂકવામાં આવી છે.

4 લાખથી 4 કરોડની કિંમતના વાહન : ઈન્ટરનેશનલ ઓટો એક્સપોના ચેરમેન મેહુલ દેસાઈએ જણાવ્યું હતું કે, આ પ્રદર્શન પશ્ચિમ ભારતનું સૌથી મોટું કમ્પોઝીટ ઓટો એકઝીબીશન ગણાય છે. આ એક્સપોમાં રૂપિયા સાડા 4 લાખથી લઈને રૂપિયા સાડા 4 કરોડ સુધીની કાર અને રૂપિયા 40 હજારથી લઈને રૂપિયા 40 લાખ સુધીની મોટર સાયકલનું પ્રદર્શન થઈ રહ્યું છે.
આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ માટે પ્લેટફોર્મ : પશ્ચિમ ભારતના સૌથી મોટા કમ્પોઝીટ ઓટો એકઝીબીશનમાં ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રીની વિવિધતા જોવા મળશે. તમામ સેગમેન્ટમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ દ્વારા પોતાના ઇલેકટ્રીકલ વ્હીકલ તથા હાઇબ્રીડ વ્હીકલનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ ઇલેકટ્રીક અને હાઇબ્રીડ વ્હીકલનું વિશાળ પ્રદર્શન છે. પેસેન્જર વ્હીકલ્સ, ટુ વ્હીલર્સ, કોમર્શિયલ વ્હીકલ જોવા મળે છે. ઓટોમોબાઈલ ક્ષેત્રમાં નવી ટેકનીકો અને વલણોનું અન્વેષણ કરવાની શ્રેષ્ઠ તક છે.
ડ્રોન અને મેકેનિકલ એન્જિનિયરના જાણકાર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના મેકેનિકલ વિભાગના હેડ ડોક્ટર ઈશ્વર પટેલે ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીતમાં આ પ્રકારના ડ્રોન સિસ્ટમ અંગે જણાવ્યું હતું કે હાલ અનેક પ્રકારના ડ્રોન ઉપલબ્ધ છે, પરંતુ હજારો કિલોમીટર દૂરથી ડ્રોન ઓપરેટ થાય તેવી સિસ્ટમ સુધી નહોતી. જ્યારે ડિફેન્સ સેક્ટરની વાત આવે જો આવી સિસ્ટમ ઊભી કરવામાં આવી છે તો સૌથી અગત્યની વાત છે કે તેની ગુપ્તતા સાચવવામાં આવે. આ ટેકનોલોજી ખૂબ જ સુરક્ષિત હોવી જોઈએ. સર્વલેન્સ અને પેટ્રોલિંગ સહિત અનેક એવી વસ્તુઓ છે જે આ સિસ્ટમ થકી કામ કરી શકશે છે. ખાસ કરીને આવા વિસ્તાર કે જ્યાં સુરક્ષા કર્મીઓને પહેલા મોકલવામાં આવે તો તે ઘાતક સાબિત થઈ શકે તો આવી જગ્યાએ આ ડ્રોન ને મોકલી શકાય છે.