ETV Bharat / state

Gujarat Weather: આજથી 3 દિવસ રાજ્યમાં હળવા વરસાદની આગાહી, વાંચો ક્યારે ફુંકાશે ભારે પવન ? - Heavy Wind

અમદાવાદ હવામાન વિભાગે આવતીકાલથી ગુજરાતના હવામાન સંદર્ભે આગાહી કરી છે. જેમાં આગામી 3 દિવસ ભારે પવન સાથે હળવો વરસાદ થવાની પણ સંભાવના દર્શાવાઈ છે. વાંચો સમગ્ર સમાચાર વિસ્તારપૂર્વક. Weather Forecasting Gujarat 3 Days Rain Heavy Wind Banaskantha Sabarkantha

ગુજરાતમાં આવતીકાલથી 3 દિવસ હળવા વરસાદની આગાહી

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 29, 2024, 7:23 PM IST

Updated : Mar 1, 2024, 6:44 AM IST

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એક મજબૂત સિસ્ટમ ઉત્તર અને પશ્ચિમ ભારત તરફ આવી રહી છે

અમદાવાદઃ રાજ્યમાં 3 દિવસ હળવા વરસાદ સાથે ભારે પવનની આગાહી હવામાન વિભાગે કરી છે. જેમાં પહેલા દિવસે હળવો વરસાદ પડશે. જ્યારે બીજા દિવસે બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, દ્વારકા, જામનગર, મોરબી, ગીરસોમનાથ, કચ્છમાં વરસાદ થશે. જ્યારે ત્રીજા દિવસે પાટણ, બનાસકાંઠા, અરવલ્લી મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, ગાંધીનગર, અમદાવાદ, મહેસાણામાં વરસાદ રહેવાની શક્યતા છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાયુંઃ ગુજરાતમાં આવનારા 3 દિવસ સુધી વરસાદી માહોલ સર્જાશે અને હવામાન વિભાગે પણ 9 જિલ્લામાં વરસાદ પડશે તેવી આગાહી કરી છે. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એક મજબૂત સિસ્ટમ ઉત્તર અને પશ્ચિમ ભારત તરફ આવી રહી છે અને તેની અસર ઘણાં રાજ્યોમાં થશે. આ સિસ્ટમની અસર 29 ફેબ્રુઆરીથી ભારતના અનેક વિસ્તારોમાં શરૂ થઈ જશે. જ્યારે તેની સૌથી વધારે અસર 1 અને 2 માર્ચના રોજ મળી શકે છે. આ દરમિયાન અરબી સમુદ્રમાંથી સિસ્ટમમાં ભેજ ભળશે અને તેના કારણે વરસાદ પડશે.

ત્રણેય ઋતુઓનો વર્તારોઃ ગુજરાતમાં હાલ શિયાળો પૂરો થઈ રહ્યો છે અને ઉનાળાની શરૂઆત થવા જઈ રહી છે. આ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરીથી વરસાદી માહોલ સર્જાશે. જેથી નાગરિકોને ત્રણેય ઋતુનો અનુભવ થતો જોવા મળશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને લીધે ગુજરાત સહિત ભારતનાં બીજાં રાજ્યોમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. સૌથી વધારે ભારેથી અતિભારે વરસાદની શક્યતા હિમાચલ પ્રદેશ અને જમ્મુ-કાશ્મીરમાં છે. અહીં ઘણા વિસ્તારોમાં ભારે બરફવર્ષા પણ થઈ શકે છે. ગુજરાતમાં આ સિસ્ટમની અસર 1 માર્ચથી થવાની શરૂઆત થશે, જ્યારે 29 ફેબ્રુઆરી જ પવનની દિશા અને ગતિમાં પરિવર્તન જોવા મળશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની એક મજબૂત સિસ્ટમ ઉત્તર અને પશ્ચિમ ભારત તરફ આવી રહી છે અને તેની અસર ઘણાં રાજ્યોમાં થશે. આ સિસ્ટમની અસર 29 ફેબ્રુઆરીથી ભારતના અનેક વિસ્તારોમાં શરૂ થઈ જશે. જ્યારે તેની સૌથી વધારે અસર 1 અને 2 માર્ચના રોજ મળી શકે છે. ગુજરાતમાં આવનારા ત્રણ દિવસ સુધી વરસાદી માહોલ સર્જાશે. 9થી વધુ જિલ્લામાં વરસાદ થઈ શકે છે...રામાશ્રય યાદવ(વૈજ્ઞાનિક, હવામાન વિભાગ, અમદાવાદ)

  1. Climate Patterns: મહાસાગરોની જુગલબંધી આપણા હવામાનની પેટર્નને ક્યાં, કેટલી અને કઈ રીતે અસર કરે છે?
  2. Gujarat Weather : હવામાનવિભાગની આગાહી આવી સામે, આગામી પાંચ દિવસ વાતાવરણ કેવું રહેશે સાંભળો

Last Updated : Mar 1, 2024, 6:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.