જૂનાગઢ : આજના સમયમાં દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકાર સતત ચર્ચામાં જોવા મળે છે. રાજ્યના કેટલાક આગાહીકારો દ્વારા ચોમાસાના વરસાદ અને વાવાઝોડાને લઈને જે પૂર્વાનુમાન રજૂ કર્યા હતા તે બિલકુલ સચોટ સાબિત થયા છે. કુદરત માંથી મળતા સંકેતો અનુસાર પાછલા ઘણા વર્ષોથી વર્ષા વિજ્ઞાન સાથે દેશી પદ્ધતિથી જોડાયેલા આગાહીકારો ચોમાસુ ગરમી અને શિયાળા દરમિયાન ઠંડીનો વરતારો વ્યક્ત કરતા હોય છે.
કુદરતી સંકેતોને આધીન પૂર્વાનુમાન : આ પ્રકારનું પૂર્વાનુમાન બિલકુલ કુદરતમાંથી મળતા એક માત્ર સંકેતોને આધીન હોય છે. જેમાં આધુનિક વિજ્ઞાનનો ક્યારેય ઉપયોગ થતો નથી. પરંતુ પૃથ્વી પર બનતી ઘટનાઓને ધ્યાને રાખીને તેનું સતત અવલોકન કર્યા બાદ આ પ્રકારે શિયાળો ઉનાળો કે ચોમાસા દરમિયાન ઠંડી ગરમી કે વરસાદનું પુરવાનું મન લગાવવામાં આવતું હોય છે.
ઝાડપાન પશુ પક્ષીની ચેષ્ટા અને આકાશી ગર્ભ : દેશી વરસાદ વિજ્ઞાન આગાહીકારો દ્વારા ઝાડ પાન પશુ અને પક્ષીઓની ચેષ્ટા આકાશી ગર્ભ જેવા કુદરતના અનેક સંકેતોનો અભ્યાસ કરે છે. જેમ કે બોરડીના ઝાડમાં બોરની સંખ્યા લીમડાના વૃક્ષમાં લીંબોડી આવવાનો સમયગાળો અને તેની સંખ્યા ટીટોડીએ મુકેલા ઈંડા તેની સ્થિતિ અને ઈંડાની સંખ્યા હોળીના દિવસે ઝાળ જવાની દિશા અખાત્રીજના પવનો ચૈત્ર મહિનામાં તપતા દનૈયા નક્ષત્ર આકાશી કસ અને ગર્ભ શરદ પૂનમના દિવસે રાત્રિના સમયે જોવા મળતો ભેજ ભડલી વાક્યો રાફડાના કોરાવાની સ્થિતિ આંબામાં મોર અને ફળ લાગવાનો સમય અને તેની સ્થિતિ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ગ્રહોની સ્થિતિ અને તેની ચાલ આવા અનેક કુદરતી પરિબળો આગામી વરસાદને લઈને સંકેતો આપે છે.
આજના જમાનામાં પણ સચોટ વિજ્ઞાન : જો તમામ સંકેતો અનુકૂળ હોય તો ખૂબ સારું ચોમાસું જાય અને કેટલાક પરિસ્થિતિમાં સંકેતો નબળા પુરવાર થાય તો ચોમાસામાં ઓછો વરસાદ કે દુષ્કાળ જવાની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. કુદરતમાંથી મળતા આવા બીજા અનેક સંકેતો છે કે જેનો અભ્યાસ વર્ષોથી કરી રહેલા દેશી વરસાદ વિજ્ઞાન સંસ્થાના આગાહીકારો આજે પણ ચોમાસાના વરસાદને લઈને આગાહી કરે છે જે મોટેભાગે સત્યની એકદમ નજીક જોવા મળે છે.