ETV Bharat / state

જળ સંપત્તિ મંત્રી કુંવરજી બાવળીયાએ ગાંધીનગર સ્થિત 'ફ્લડ કંટ્રોલ સેલ'ની લીધી મુલાકાત - water Minister Kunvarji Bavlia - WATER MINISTER KUNVARJI BAVLIA

રાજ્યમાં વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને જળ સંપત્તિના મંત્રી કુંવરજી બાવળીયાએ ગાંધીનગર સ્થિત 'ફ્લડ કંટ્રોલ સેલ'ની મુલાકાત કરી હતી. જેમાં રાજકોટ, મોરબી, ભાવનગર ઝોનમાં હોટલાઇન પર સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરી વરસાદ-જળાશયો અંગે વિગતો પણ મેળવી હતી., Water Resources Minister Kunvarji Bavlia visited the 'Flood Control Cell'

કુંવરજી બાવળીયાએ ગાંધીનગર સ્થિત 'ફ્લડ કંટ્રોલ સેલ'ની મુલાકાત કરી
કુંવરજી બાવળીયાએ ગાંધીનગર સ્થિત 'ફ્લડ કંટ્રોલ સેલ'ની મુલાકાત કરી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 3, 2024, 3:12 PM IST

ગાંધીનગર: રાજ્યમાં સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્ટેટ વોટર ડેટા સેન્ટર, સેક્ટર -૦૮, ગાંધીનગર સ્થિત 'Flood Control cell'ની આજે જળ સંપત્તિ મંત્રી શ્રી કુંવરજી બાવળીયાએ રૂબરૂ મુલાકાત કરીને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જરૂરી સૂચનો કર્યા હતા.

જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઇએ સમીક્ષા બેઠક દરમિયાન કહ્યું હતું કે, ઉપરવાસમાં અથવા સ્થાનિક સ્તરે જ્યારે વધુ વરસાદ થાય ત્યારે સ્થાનિક જળાશયોમાં પાણીની આવક થતી હોય છે. આ સમયે સાવચેતીના ભાગરૂપે હાઈ એલર્ટ, એલર્ટ અને વોર્નિંગ જાહેર કરવામાં આવે છે તેનો સંબંધિત અધિકારીઓને સિસ્ટમ જનરેટેડ મેસેજ મોકલવાની સાથેસાથે એકવાર વાત પણ કરવાની વ્યવસ્થા કરવી જોઈએ, જેથી જાન-માલહાનિ ટાળી શકાય.

તેમણે કહ્યું હતું કે,ભારે વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા સ્ટેટ વોટર ડેટા સેન્ટર ખાતે દર વર્ષે તારીખ 1 જૂનથી થી 1 ઓક્ટોબર દરમિયાન ફ્લડ સેલ કાર્યરત કરવામાં આવે છે. જેમાં આકસ્મિક સંજોગોમાં જિલ્લામાંથી ત્વરિત માહિતી માટે રાજ્ય સરકાર દ્વારા 12 હોટલાઇન તેમજ 14 સેટેલાઈટ ફોન 24x7 કાર્યરત કરાવવામાં આવ્યા છે. રિઝર્વર ડેટા મેનેજમેન્ટ સિસ્ટમ અંતર્ગત ડેમ્સ વોર્નિંગ સ્ટેટસ એન્ડ રેઇનફોલના માધ્યમથી રાજ્યમાં વરસાદ અને જળાશયોની સ્થિતિ અંગેની પૃથ્થકરણ સાથેની આંકડા આધારિત અદ્યતન માહિતી આ ડેટા સેન્ટર ખાતે ઉપલબ્ધ કરવામાં આવે છે તેમ, મંત્રીએ ઉમેર્યું હતું.

ઉપરાંત જળ સંપત્તિ મંત્રીશ્રી કુંવરજીભાઇએ આ મુલાકાત દરમિયાન રાજકોટ, મોરબી, ભાવનગર ઝોનમાં હોટલાઇન પર સ્થાનિક અધિકારીઓ સાથે વાત કરી વરસાદ-જળાશયોની વિગતો મેળવીને જરૂર સૂચનાઓ આપી હતી. સાથે સાથે મંત્રીશ્રી સમક્ષ સ્ટેટ વોટર ડેટા સેન્ટરની કામગીરી દર્શાવતું વિવિધ વિગતો સાથેનું પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

આ મુલાકાત વેળાએ જળસંપતિ વિભાગના સચિવ શ્રી કે. બી. રાબડીયા, મધ્ય ગુજરાત ઝોનના મુખ્ય ઈજનેર શ્રી એમ. ડી. પટેલ, સુપ્રિટેન્ડેન્ટ ઇજનેર શ્રી એ.એચ.જોષી સહિત અધિકારીઓ અને કર્મયોગીઓ ઉપસ્થિત રહ્યા હતા.

  1. કોણ છે સંત ભોલે બાબા? જેમના સત્સંગમાં નાસભાગ મચી ગઈ, કેમ છોડી દીધી યુપી પોલીસની નોકરી? - Hathras Stampede
  2. ભાજપનું ટેન્શન વધ્યું, તેલંગાણાના સીએમ રેવંતે રેડ્ડીએ આંધ્રના સીએમ ચંદ્રબાબુના આમંત્રણનો આપ્યો જવાબ - CM Revanth Responds To AP CM

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.