સુરત: શહેરમાં આવેલા એરપોર્ટને ઇન્ટરનેશનલ એરપોર્ટનો દરજ્જો મળ્યો છે, પરંતુ આ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો એક વીડિયો સામે આવી રહ્યો છે. જેમાં જૂના ટર્મિનલમાં પાણી ટપકતું જોવા મળી રહ્યું છે. આ ટપકી રહેલું પાણી ફ્લોર પર ન ફેલાય તે માટે ડોલ મૂકવામાં આવી છે.
માત્ર એક વર્ષમાં વરસાદ વરાસતા પાણી ટપકવા લાગ્યું: તનમે જણાવી દઈએ કે, એક વર્ષ પહેલાં જ કરોડોના ખર્ચે દિલ્હીમાં બનાવવામાં આવેલી નવી સંસદમાં પાંચ દિવસ પહેલાં વરસાદ વરસસતા પાણી ટપક્યું હતું. પરિણામે ઠેર ઠેર પાણી ન થાય તે માટે જ્યાં પાણી ટપકતું હતું ત્યાં ડોલ મૂકવામાં આવી હતી. અહીં નોંધનીય બાબત એ છે કે આટલો બધો ખર્ચો કરી બનાવવામાં આવેલા સંસદની બિલદીગનું કેવું ક્યાં થયું હશે કે માત્ર એક વર્ષમાં વરસાદ વરાસતા પાણી ટપકવા લાગ્યું.
એરપોર્ટનો 2000 સ્ક્વેર ફૂટનો એરિયા બંધ કરવો પડ્યો: આવો જ કઈક નજારો સુરતના ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે પણ જોવા મળી રહ્યો છે. હવે કરોડોના ખર્ચે બનેલા સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટમાં ડોલો મૂકવાનો વારો આવ્યો છે. કારણ કે, વરસાદને પગલે સુરત એરપોર્ટ ખાતે ચાલી રહેલી લાલિયાવાડીની પોલ ખોલી નાખી છે. તનમે જણાવી દઈએ કે, સુરતના એરપોર્ટમાં જૂના ટર્મિનલમાં ફર્સ્ટ ફ્લોર પર એરોબ્રિજની લોબી પાસે છતમાંથી વરસાદી પાણી ટપકવા લાગ્યું હતું. આને લીધે મુસાફરોને ભારે પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. છતમાંથી ટપકતું પાણી લોબીમાં પ્રસરે નહીં તે માટે પ્લાસ્ટિકની ડોલો મૂકી હોવાનો વીડિયો વાઇરલ થયો છે. પાણી ટપકતું હોવાથી બેરિકેડ લગાવી 2000 સ્ક્વેર ફૂટનો એરિયા બંધ કરવો પડ્યો છે. સુરત ઈન્ટરનેશનલ એરપોર્ટ નામનું જ હોય એ આ વીડિયો પરથી સ્પષ્ટ થાય છે. કરોડો રૂપિયાના ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પોલંપોલ જ સામે આવી રહી છે.