ETV Bharat / state

મતદાન આપનો અધિકાર ! માત્ર એક મતદાર ધરાવતા કેન્દ્રથી લઈ પાણીથી ઘેરાયેલા બુથ, ચૂંટણી પંચે કરી વિશેષ વ્યવસ્થા - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

લોકસભાની ચૂંટણી દરમિયાન દરેક મતદાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે માટે ચૂંટણી પંચ દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. જેમાં ગુજરાતના જંગલોથી લઈને નાના ટાપુઓ સુધી અને દૂરના વિસ્તારોમાં ખાસ મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે. જુઓ આંગળીના વેઢે ગણી શકાય એટલા મતદાર ધરાવતા મતદાન મથક

માત્ર એક મતદાર ધરાવતું મતદાન કેન્દ્ર
માત્ર એક મતદાર ધરાવતું મતદાન કેન્દ્ર
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 10, 2024, 12:00 PM IST

ગીર સોમનાથ : ગુજરાતમાં લોકસભાની ચૂંટણી દરમિયાન કોઈ પણ લાયક વ્યક્તિ મતદાનથી વંચિત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચ દ્વારા છેવાડાના અને પહોંચવામાં મુશ્કેલ એવા 11 સ્થળોએ ખાસ મતદાન મથક સ્થાપ્યા છે, જેમાં ઊંડા જંગલો અને નાના ટાપુઓનો સમાવેશ થાય છે. ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર 7 મેના રોજ એક જ તબક્કામાં મતદાન થશે.

એક મતદાર ધરાવતું સ્થળ : ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ જણાવ્યું હતું કે, ચૂંટણી પંચે ખાસ મતદાન મથકો માટે જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર પહેલેથી જ ઉભું કરી દીધું છે. આવો જ એક દૂરનો વિસ્તાર બાણેજ છે, જે સંરક્ષિત ગીર વન્યજીવ અભયારણ્યની અંદર સ્થિત છે. આ બુથ માત્ર એક મતદાર માટે તૈયાર કરવામાં આવ્યું છે. અહીના એકમાત્ર મતદાર મહંત હરિદાસજી માટે મતદાન મથક બનાવવામાં આવ્યું છે, જેઓ ત્યાંના ભગવાન શિવ મંદિરના પૂજારી છે.

જંગલમાં સ્થિત બાણેજ બુથ : બાણેજથી સૌથી નજીકનો માનવ વસ્તી ધરાવતો વિસ્તાર કેટલાક કિલોમીટર દૂર છે. આ વિસ્તાર ગીર સોમનાથ જિલ્લાના કાર્યક્ષેત્રમાં આવે છે, ત્યારે બાણેજ બૂથ જૂનાગઢ લોકસભા બેઠક હેઠળ આવે છે. 2007 થી દરેક ચૂંટણી દરમિયાન આ એકમાત્ર મતદાર માટે એક વિશેષ મતદાન મથક સ્થાપિત કરવામાં આવે છે. મંદિરની નજીકના વન વિભાગના કાર્યાલયમાં બૂથની સ્થાપના કરવામાં આવી છે. મતદાન પર જરૂરી વ્યવસ્થા કરવા માટે એક સમર્પિત મતદાન ટીમની નિમણૂક કરવામાં આવી છે. ગીર સોમનાથ કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી ડી. ડી. જાડેજાએ તાજેતરમાં બાણેજ મતદાન મથકની મુલાકાત લીધી અને તેમના સ્ટાફને જરૂરી સૂચનાઓ આપી હતી.

અંતરિયાળ જંગલમાં વિશેષ મતદાન : કેન્દ્ર ગીર સોમનાથ જિલ્લાના સાપનેસ બીલીયામાં બીજું એક વિશેષ બૂથ ઊભું કરવામાં આવ્યું છે, જે ગીરના જંગલની અંદર એક નાનકડો વિસ્તાર છે જ્યાં નજીકમાં કોઈ અન્ય માનવ વસવાટ નથી. 2007 થી આ વિસ્તારમાં 23 પુરૂષ અને 19 સ્ત્રી મતદારો રહે છે. તેમના માટે એક તંબુમાં એક વિશેષ મતદાન મથક બનાવવામાં આવ્યું છે. જેથી તેઓને તેમના મતાધિકારનો ઉપયોગ કરવા માટે લાંબા અંતરની મુસાફરી ન કરવી પડે.

પાણીથી ઘેરાયેલું મતદાન કેન્દ્ર : તેવી જ રીતે અમરેલી જિલ્લાના દરિયાકાંઠે આવેલા ટાપુ શિયાળબેટમાં રહેતા 5,048 મતદારો માટે પાંચ મતદાન મથકો સ્થાપિત કરવામાં આવ્યા છે. આ ટાપુનો કુલ ભૌગોલિક વિસ્તાર 75.32 હેક્ટર છે અને તેમાં 832 મકાનો છે. અહીં મોટાભાગના રહેવાસીઓ માછીમારો છે. આ ટાપુ મુખ્ય ભૂમિ સાથે કોઈપણ પુલ અથવા રસ્તાથી જોડાયેલ નથી અને મુખ્ય ભૂમિ પર જવાનો એકમાત્ર રસ્તો બોટ દ્વારા છે. દરેક ચૂંટણીમાં એક મતદાન ટીમ બોટ દ્વારા ટાપુ પર પહોંચે છે.

મહીસાગર જિલ્લાના ટાપુ : ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના ડેલ્ટામાં આવેલા ટાપુ આલિયા બેટમાં 254 મતદારો માટે સમાન વ્યવસ્થા કરવામાં આવી છે. રથડા બેટ મહિસાગર જિલ્લામાં કડાણા જળાશયના પાણીમાં આવેલો બીજો ટાપુ છે, જ્યાં ચૂંટણી અધિકારીઓ દરેક ચૂંટણીમાં હોડી દ્વારા પહોંચે છે.

પોરબંદરના જંગલમાં સ્થિત નેસ : આ વખતે પણ ટાપુ કે અંતરિયાળ ગામમાં રહેતા કુલ 725 મતદારો માટે એક વિશેષ મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યું છે. આવા અન્ય મતદાન મથકમાં પોરબંદરના બરડા પર્વતના જંગલની અંદર સતવીરડા નેસ, ભુખબારા નેસ અને ખારાવીરા નેસ, દેવભૂમિ દ્વારકા જિલ્લાની નજીક અરબી સમુદ્રમાં અજાદ ટાપુ અને જૂનાગઢ જિલ્લામાં જંગલની અંદર ઊંડે આવેલા કનકાઈ મતદાન મથકનો સમાવેશ થાય છે. જ્યાં સંદેશાવ્યવહારનું એકમાત્ર માધ્યમ વાયરલેસ સેટ છે.

  1. દેશના એકમાત્ર મતદાતા બુથ પર મતદાન કરતા હરિદાસ બાપુ, સાંસદ અને લોક પ્રતિનિધિ પ્રત્યે વ્યક્ત કરી નારાજગી
  2. Junagadh News: આજે રાષ્ટ્રીય મતદાર દિવસ છે, આપ જાણો છો માત્ર 1 મતદાર ધરાવતા મતદાન મથક વિશે?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.