બનાસકાંઠા: જિલ્લાના 07- વાવ વિધાનસભા મતવિસ્તારની પેટા ચૂંટણી અંતર્ગત વિવિધ 192 મતદાન મથક કેન્દ્રો પર આવેલા કુલ 321 પોલીંગ સ્ટેશન પર સવારે 7:00 વાગ્યાથી શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે. વહેલી સવારે 7 વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મતદાન: મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટયા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. જિલ્લા ચૂંટણી અધિકારીઓ અને વહીવટી તંત્ર દ્વારા લોકોને લોકશાહીના આ પર્વમાં વધુમાં વધુ ભાગ લઈને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરાઇ હતી. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે.
સ્વરુપજી ઠાકોરે માતાપિતાના લીધા આશિર્વાદ: વાવ વિધાનસભા પેટા ચૂંટણીના આજે મતદાનના દિવસે ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પૂજા અર્ચના કરી હતી અને માતા-પિતાના આશીર્વાદ લીધા હતા. સ્વરૂપજી ઠાકોર મતદાન કરી અને પોતાની જીતની આશા વ્યક્ત કરી હતી.
ગુલાબસિંહ ધરણીધર ભગવાનના દર્શન કર્યા: જ્યારે વાવ વિધાનસભા પેટા ચૂંટણીના કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત યાત્રાધામ ઢીમા ખાતે ધરણીધર ભગવાનના દર્શન કર્યા હતા. જોકે ગુલાબસિંહ રાજપૂતે ધરણીધર ભગવાન અને ઢીમણનાગના દર્શન કરીને લોકો વધુમાં વધુ મતદાન કરે તેવી અપીલ કરી હતી, અને પોતાની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: