ETV Bharat / state

રાજ્યના 13 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર્સ સહિતના મતદારો વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા મતદાન પ્રક્રિયાનો જાત અનુભવ કરી શકશે - First Time Voters - FIRST TIME VOTERS

ગુજરાતની તમામ 25 લોકસભા બેઠકો પર મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ચૂંટણી પંચે મતદાનની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રાજ્યમાં અંદાજિત 13 લાખ જેટલા ફર્સ્ટ ટાઈમ વોટર નોંધાયા છે. આ વોટરને મતદાન પ્રક્રિયા સમજાવવા માટે વર્ચ્યુઅલ રિયાલિટી વિડીયો બનાવવામાં આવ્યો છે. આ વીડિયોની લીંક ચૂંટણી પંચની ઓફિસિયલ વેબસાઈટ પર મૂકવામાં આવી છે. આ લિંક ડાઉનલોડ કરીને મતદાતા મતદાન કેવી રીતે કરવું તે જોઈ શકશે.

ચૂંટણી તંત્ર
ચૂંટણી તંત્ર (Etv Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 3, 2024, 6:09 PM IST

ગાંધીનગર: આગામી તા.07 મે, 2024 ના રોજ લોકસભાની સામાન્ય ચૂંટણી-2024 અને વિધાનસભાની પેટાચૂંટણીઓ માટે મતદાન યોજાનાર છે. જેમાં 13 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર મતદાન કરશે. પ્રથમ વખત મતદાન કરનારા મતદારો સહિતના તમામ મતદારો માટે રાજ્યના ખાનગી મીડિયા ગૃપ દ્વારા ઈલેક્શન મેટાવર્સ વિકસાવવામાં આવ્યું છે. રાજ્યના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીના હસ્તે આ ઈલેક્શન મેટાવર્સનું CEO કચેરી ખાતે લોન્ચીંગ કરવામાં આવ્યું હતું.

પી. ભારતી, મુખ્ય નિર્વાચન અધિકારી (પી. ભારતી, મુખ્ય નિર્વાચન અધિકારી)

ગુજરાતનું ખાનગી મીડિયા સમૂહ સહભાગી: લોકશાહીના મહાપર્વમાં મહત્તમ મતદારો સહભાગી થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા સઘન મતદાર જાગૃતિ કાર્યક્રમો હાથ ધરવામાં આવી છે. સાથે જ મતદારોને મતદાન માટે સુગમતા રહે તે માટેના પ્રયાસોમાં ગુજરાતનું ખાનગી મીડિયા સમૂહ સહભાગી થયુ છે. આ લોકસભાની ચૂંટણીમાં આશરે 13 લાખથી વધુ ફર્સ્ટ ટાઈમ વોટર પોતાના મતાધિકારનો ઉપયોગ કરનાર છે. પહેલી વખત મતદાન કરનારા મતદારો સહિતના તમામ મતદારો મતદાન પ્રક્રિયા વિશે અનેક મૂંઝવણો અનુભવતા હોય છે. આથી તેઓ મતદાન પ્રક્રિયાનો વર્ચ્યુઅલ રિયાલિટી દ્વારા જાત અનુભવ કરશે. મુખ્ય નિર્વાચન અધિકારીની કચેરી દ્વારા ઈલેક્શન મેટાવર્સને વિકસાવવામાં આવ્યું છે.

વર્ચ્યુઅલ રિયાલીટી આધારિત ટેક્નોલોજીની મદદથી કમ્પ્યુટર અને એન્ડ્રોઈડ મોબાઈલ મારફત મતદાર પોતે વર્ચ્યુઅલી મતદાન મથકમાં પ્રવેશથી લઈ મતદાન કરવા સુધીની સમગ્ર પ્રક્રિયાનો જાતે અનુભવ કરી શકશે.

  1. કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીના ભાજપના ચાલ-ચલન, ચરિત્ર અને ચહેરા પર આકરા વાકપ્રહાર - Loksabha Electioin 2024
  2. GST ટેક્સ અને કોવિશિલ્ડ વેક્સિન મુદ્દે લલિત વસોયાએ કર્યા ભાજપ પર પ્રહાર - lok sabha election 2024

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.