ETV Bharat / state

વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરનો સખત વિરોધ, વીજ કંપનીની હાય...હાય... બોલાવી - Smart electricity meter - SMART ELECTRICITY METER

વડોદરાના સમા વિસ્તારમાં સ્થિત વીજ કંપની કચેરી ખાતે સ્માર્ટ વીજ મીટરને લઈને ગ્રાહકોએ એકત્ર થઈને સૂત્રોચ્ચાર કરી વિરોધ કર્યો હતો. તમામ લોકોએ જૂના મીટર પાછા આપવાની માંગ સાથે વીજ કંપનીની હાય...હાય... બોલાવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરનો સખત વિરોધ
વડોદરા શહેરમાં સ્માર્ટ મીટરનો સખત વિરોધ (ETV Bharat Desk)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 17, 2024, 8:34 PM IST

સ્માર્ટ મીટરનો સખત વિરોધ, વીજ કંપનીની હાય...હાય... બોલાવી (ETV Bharat Desk)

વડોદરા : સમા વિસ્તારમાં સ્થિત વીજ કંપની કચેરી ખાતે એકત્ર થઈ શહેરીજનોએ સ્માર્ટ વીજ મીટર મામલે વિરોધ નોંધાવ્યો હતો. વિરોધ કરતી એક મહિલાએ જણાવ્યું હતું કે, મારા ઘરે સ્માર્ટ વીજ મીટર લાગી ગયું છે. કાલે 5 હજાર ભર્યા તો તેમાંથી રૂ. 2700 રૂપિયા કપાઈ ગયા, અમારે બે મહિનામાં રૂ. 3500 બિલ આવે છે. અમે ઘરે ઘરે કામ કરીને અમારું ગુજરાત ચલાવીએ છીએ. અમારી પાસે મોબાઇલ પણ નથી, સાદા મોબાઇલમાં વીજ મીટરનું રિચાર્જ કેવી રીતે કરીએ.

સ્માર્ટ મીટરની વાસ્તવિકતા : આંખોમાં આંસુ સાથે એક મહિલાએ કહ્યું કે, ઘરમાં ખાવાના ફાંફા છે. અમે કામ કરીને ગુજરાન ચલાવીએ છીએ. પહેલા બિલ આવતું અને વીજ બીલ ભરવા માટે સમય આપવામાં આવતો હતો. હવે તાત્કાલિક ક્યાંથી પૈસા કાઢીએ, અમે ગરીબ માણસો કંઈ બોલી નથી શકતા. અમે કહ્યું હતું કે અમે ભાડે રહીએ છીએ. આ મીટર નથી જોઈતું, અમને સામાન્ય મીટર જ પરત આપી દો.

જનતાનો તંત્ર પર ગંભીર આરોપ : મહિલાએ વધુમાં કહ્યું કે, તેઓ કહેતા હતા આ મીટર નહી લગાવો તો જૂનું 15 દિવસમાં લઈ જશે, પછી તમે પૈસા ભરશો પછી જ મળશે. ત્યારે આવું કરશે તેવી ખબર ન હતી. અમને એમ કે પૈસા ઓછા થશે. ગરીબ માણસ કેવી રીતે જીવે છે ખબર છે તમને ? બધાને પોતાના ખિસ્સા ભરવા છે અને માત્રને માત્ર પ્રાઇવેટ કંપનીને એનો હવાલો આપી દેવાના ઇરાદાથી આ સ્માર્ટ મીટર મૂકવામાં આવ્યા છે. પ્રવર્તમાન સરકાર ગરીબોના રક્ષા માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરે છે. એક તરફ ગરીબ કલ્યાણ મેળો તો બીજી તરફ તલવારના ઘા જેવી સ્થિતિ આમ જનતાની થઈ પડી છે.

પ્રજાની વ્હારે કોંગ્રેસના કાર્યકર : કોંગી આગેવાન જીતેન્દ્ર સોલંકી જણાવે છે કે, પહેલા તો લોકો વચ્ચે જઈને જાણકારી આપવી જોઇએ. તેની તપાસ કરવી જોઇએ. મીટરની ખામી પહેલા ચકાસી અને તેને દૂર કરવી જોઈએ. જેને આ મીટર ન જોઈએ તેને જુના મીટર યથાવત રાખવા જોઇએ. ભાજપે ચૂંટણી પહેલા આ મીટર નાખવા જોઈતા હતા, તો તેમને લોકોનો રોષ ખબર પડી જાત. લોકોના બીલમાં વધારો થઈ રહ્યો છે. ગરીબ જનતાને સ્માર્ટ વીજ મીટરમાંથી મુક્તિ આપવી જોઇએ.

વીજ કંપનીના કર્મચારીઓનો ખુલાસો : વીજ કંપનીના કર્મચારીઓ જણાવે છે કે, વિરોધ થઈ રહ્યો છે તેને લઈને ગઈકાલે એમડી સાહેબ દ્વારા જાણકારી આપવામાં આવી છે. અમે લોકોની અરજી સામે તપાસ કરવા તૈયાર છે. લોકોની રજૂઆત છે કે રાત્રે લાઇટ બંધ થઈ જાય છે, અમે રાત્રે લાઇટ બંધ કરતા નથી. ઓફિસ કાર્યના સમયમાં જ તે કરવામાં આવશે. કોઈ ગ્રાહકને જાણ ન હોય તો અમે સમજ આપીએ છીએ. અમારે વીજ મીટરને લઈને ઉપરની કચેરીથી માર્ગદર્શન લેવું પડશે. તેમના માર્ગદર્શન પ્રમાણે કામ કરીશું. સમા વિસ્તારમાં 950 સ્માર્ટ મીટર લાગ્યા છે. અમારે ત્યાં સોલાર મીટર લાગ્યું હોવાથી સ્માર્ટ મીટર લાગ્યું નથી. સ્માર્ટ ફોન ન હોય તો એપ્લીકેશન ન મળી શકે પરંતુ મેસેજની સેવાઓ મળી રહે છે.

વિપક્ષ નેતાઓ વિરોધમાં જોડાયા : વડોદરામાં સ્માર્ટ વીજ મીટરને લઈને રોષ પારખીને આજે ઇન્ડિયા ગઠબંધન દ્વારા આ અંગે વિરોધ દર્શાવવામાં આવ્યો છે. વિવિધ પક્ષના નેતાઓ એકત્ર થઈને જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. આ ઘટના જોતા આવનાર સમયમાં સ્માર્ટ વીજ મીટરનો મુદ્દો આંદોલન તરફ જાય તો નવાઈ નહીં. ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલનની ચીમકી : શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવ્યું હતું કે, ભાજપના શાસનમાં વડોદરાને સ્માર્ટ ન બનાવી શક્યા. પ્રજા અનેક પ્રશ્નોથી મુશ્કેલીમાં મુકાઈ છે, ત્યારે હવે સ્માર્ટ મીટરના નામે અલગ કરપ્શનનો રસ્તો શોધ્યો હોય તેમ લાગે છે. પ્રજાને વિશ્વાસમાં લીધા વગર સ્માર્ટ મીટર મુકવાની વાત. કેટલીક જગ્યાઓ ઉપર પોલીસને લઈને આ કામ કર્યું છે. કંપની દ્વારા સ્માર્ટ વીજ મીટર લગાવવાનું બંધ કરવામાં નહીં આવે તો અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

  1. હવે જે રીતે મોબાઈલમાં રીચાર્જ કરવામાં આવે છે તેવી જ રીતે વીજ સ્માર્ટ મીટરમાં રીચાર્જ કરાવી શકાશે
  2. Electricity Theft : પહેલા પેમેન્ટ પછી વીજળી, વીજ ચોરીને નાબૂદ કરવા લાગશે સ્માર્ટ મીટર

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.