ETV Bharat / state

Viksit Bharat Sankalp Patra: વિકસિત ભારત 2047 અભિયાન અંતર્ગત સજેશન પેટીમાં દરેક નાગરિક સજેશન કરી શકશે - Documentation

વિકસિત ભારત સંકલ્પ પત્ર અંતર્ગત વર્ષ 2047માં ભારત વિકસિત બને તે માટે અત્યારથી જ 2024થી 2029સુધી લોકોના મનમાં વિકસિત ભારતનું કેવું ચિત્ર છે, જનતાની કેવી અપેક્ષા છે તેની જાણકારી માટે દરેકના સજેશન લેવા વિશેષ અભિયાન શરૂ કરાયું છે. Viksit Bharat Sankalp Patra 2047

સજેશન પેટીમાં દરેક નાગરિક સજેશન કરી શકશે

author img

By ETV Bharat Gujarati Team

Published : Mar 6, 2024, 10:49 PM IST

વલસાડથી સજેશન પેટી અભિયાનનો આરંભ

વલસાડઃ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના મધ્યસ્થ કાર્યાલય ખાતે નાણાં પ્રધાન કનુ દેસાઈની અધ્યક્ષતામાં એક અભિયાન શરુ કરવામાં આવ્યું છે. જેમાં વિકસિત ભારત સંકલ્પ 2047 અંતર્ગત ભારતને વિકસિત ભારત બનાવવા માટે તે માટેની તૈયારી 2024થીજ શરુ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત લોકોના મનમાં વિકસિત ભારતનું કેવું ચિત્ર છે, લોકોની શું અપેક્ષાઓ છે અને દરેક લોકો તેમાં સજેશન આપી શકે તે માટે વિશેષ અભિયાનનો પ્રારંભ કરાયો છે.

કોણ સજેશન આપી શકશે?: વિકસિત ભારત સંકલ્પમાં સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પોતાનું સજેશન આપી શકશે. જેમાં વકીલ, વેપારી, એન્જિનિયર દરેક જણ પોતાનું મંતવ્ય વિકસિત ભારત માટે રજૂ કરી શકશે. આ તમામ મંતવ્યોને કોમ્પ્યુટર એનાલિસિસ કરી વિકસિત ભારત સંકલ્પનો એક રોડ મેપ તૈયાર કરવામાં આવશે. લોકોના સજેશન પૂર્વક કેટલીક યોજનાઓ અમલમાં પણ મૂકવામાં આવશે. જેથી 2047 સુધી વિકસિત ભારત મોદીની ગેરંટી પૂર્ણ થઈ શકે. આજે વલસાડ જિલ્લાના મધ્યસ્થ કાર્યાલય ખાતે આજે પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં પત્રકારોએ પણ પોતાના સજેશન વિકસિત ભારત સંકલ્પ પેટીમાં નાખ્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય, ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો, ચૂંટણી સંયોજકો અને પ્રભારી પણ હાજર રહ્યા હતા.

સજેશન પેટી ક્યાં ક્યાં ફરશે?: વિકસિત ભારત સંકલ્પ માટે લોકોના સજેશન જાણવા માટે બનાવવામાં આવેલી પેટી વલસાડ જિલ્લાના દરેક વિધાનસભા ક્ષેત્રમાં ફરશે અને દરેક સ્થળેથી સામાન્યમાં સામાન્ય જનતા વેપારીઓ અને લોકોના વિકસિત ભારત અંગેના સંકલ્પ ના સજેશનો લેશે જેને તમામને તે બાદ ગાંધીનગર મોકલવામાં આવશે.

સકારાત્મક સંદેશોને પાર્ટીના મેનિફેસ્ટોમાં સમાવેશ કરાશેઃ આગામી દિવસમાં આવી રહેલી લોકસભાની ચૂંટણીને લઈને હાલમાં ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખૂબ સક્રિય બન્યા છે. ત્યારે વિકસિત ભારત સંકલ્પ મોદી કી ગેરંટી અંગે લોકોને સજેશન લેવા માટે એક વિશેષ અભિયાન શરૂ કરાયું છે. જે અંતર્ગત સામાન્ય જનતાના સજેશનો લેવામાં આવશે અને સકારાત્મક અને હકારાત્મક સારા ઉમદા સજેશનોને પાર્ટી પોતાના મેનિફેસ્ટોમાં પણ સમાવેશ કરી શકે છે.

વિશ્વમાં ગુજરાત એક મોડેલ બન્યું છેઃ વિકાસની સફળ ગાથામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારથી જ તેમણે ગુજરાતને એક મોડેલ બનાવવાની શરૂઆત કરી હતી. તેઓ વડાપ્રધાન બન્યા બાદ સમગ્ર ભારતમાં પણ અનેક યોજનાઓ લાગુ કરી છે. જે સામાન્ય જન માટે ખૂબ જ ઉપયોગી બની રહી છે. સાથે જ સમગ્ર વિશ્વમાં કોરોના જેવી મહામારી આવી ત્યારે પણ ભારત ડગ્યું નથી અને સતત ગ્રોથ એન્જિન આગળ ને આગળ વધતું રહ્યું છે. આરોગ્ય, શિક્ષણ, સામાજિક કે વિકાસલક્ષી યોજનાઓ હોય તમામ ક્ષેત્રે ગુજરાતે વિશ્વમાં હરણફાળ ભરી છે.

વિકસિત ભારત સંકલ્પ 2047એ મોદીની ગેરંટી છે કે ભારતને વિકસિત ભારત બનાવવામાં આવશે. તે માટેની તૈયારી 2024થી શરુ કરવામાં આવી રહી છે. જે અંતર્ગત લોકોના મનમાં વિકસિત ભારતનું કેવું ચિત્ર છે, લોકોની શું અપેક્ષાઓ છે અને દરેક લોકો તેમાં સજેશન આપી શકે તે માટે વિશેષ અભિયાનનો પ્રારંભ કરાયો છે. જે અંતર્ગત વલસાડ જિલ્લામાં આ અભિયાન આજથી શરુ કરાયું છે...કનુ દેસાઈ(નાણાં પ્રધાન)

  1. Viksit Bharat 2047: મોદી કેબિનેટની છેલ્લી બેઠક યોજાઈ, 'વિકસિત ભારત 2047' પર ચર્ચા કરી, કહ્યું - જાઓ, જીતીને આવો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.