ETV Bharat / state

વાપી નગર પાલિકાના અઢી વર્ષના કાર્યકાળ માટે પ્રમુખ-ઉપપ્રમુખની બિનહરીફ વરણી કરાઈ - Valsad News - VALSAD NEWS

વાપી નગર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોનો અઢી વર્ષનો કાર્યકાળ સમાપ્ત થતા આજે બીજા અઢી વર્ષ માટે નવા પ્રમુખ, ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેઓ બિનહરીફ ચૂંટાયા હતાં. Valsad News Vapi Nagar Palika Pramukh UpPramukh Elected Unopposed

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 14, 2024, 3:14 PM IST

Updated : Jun 14, 2024, 3:26 PM IST

Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

વલસાડઃ વાપી નગર પાલિકામાં અગામી અઢી વર્ષ માટે પંકજ પટેલને પ્રમુખ તરીકે જ્યારે દેવલબેન દેસાઈની ઉપપ્રમુખ તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી હતી. વાપી પાલિકાના તમામ નગરસેવકોએ આ હોદ્દેદારોને અભિનંદન પાઠવ્યા હતાં.

બિનહરીફ વરણીઃ વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંતભાઈ કંસારા દ્વારા ભાજપ શહેર પ્રમુખ સતિષભાઈ પટેલ વતી મેન્ડેટ આપ્યા બાદ વાપી નગર પાલિકાના સભાખંડમાં પ્રાંત અધિકારીની રૂબરૂમાં નગર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોના નામની જાહેરાત કરવામાં આવી હતી. વાપી નગરપાલિકા ખાતે યોજાયેલ સામાન્ય સભામાં જાહેર કરાયેલા નવા હોદ્દેદારોમાં પ્રમુખ તરીકે પંકજ પટેલ, ઉપપ્રમુખ તરીકે દેવલબેન દેસાઈ, કારોબારી ચેરમેન તરીકે મનોજ પટેલ, પક્ષના નેતા તરીકે ધર્મેશકુમાર પટેલ અને દંડક તરીકે મંગેશ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. આ તમામ હોદ્દેદારોની વરણી બિનહરીફ કરવામાં આવી હતી.

સમસ્યાઓનું સત્વરે નિરાકરણઃ આ પ્રસંગે નવનિયુક્ત નગર પાલિકાના પ્રમુખ પંકજ પટેલે તમામનો આભાર માનતા જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં વાપી નગર પાલિકામાં જે કંઈ પણ નાની મોટી સમસ્યાઓ છે તે તમામ સમસ્યાઓનું નિરાકરણ કરવામાં આવશે. નગરજનોને પડતી ચોમાસા સમયની હાલાકીને દૂર કરવાના પ્રયાસો પણ કરાશે.

કનુ દેસાઈનું માર્ગદર્શનઃ આ પ્રસંગે વિશેષ ઉપસ્થિત રહેલા વાપી ભાજપ શહેર પ્રમુખ સતીશ પટેલે જણાવ્યું હતું કે, વાપી નગર પાલિકાની ગઈ ટર્મમાં પણ અનેક વિકાસકાર્યો થયા છે. વાપી નગર પાલિકા રાજ્યના નાણામંત્રી અને પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુભાઈ દેસાઈના વિધાનસભા વિસ્તારમાં આવે છે. જેમના માર્ગદર્શન હેઠળ વાપીના વિકાસ માટે અનેક વિકાસકીય યોજનાઓ હાથ ધરાઈ છે. જેમાંથી મોટાભાગની યોજનાઓ પૂર્ણ થવાના આરે છે. જ્યારે બાકી રહેતી યોજનાઓ પણ વહેલી તકે પૂરી કરવામાં આવશે. પાલિકા હસ્તકના તમામ જે પણ કામો બાકી છે તે કામો પણ અઢી વર્ષના આ કાર્યકાળ દરમિયાન પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો પૂર્ણ કરશે. નગરજનોની સમસ્યાઓનું બનતી ત્વરાએ નિરાકરણ લાવવાના પ્રયાસો કરશે.

ઓવરબ્રિજ અને અંડરપાસના કામોઃ ઉલ્લેખનીય છે કે વાપી નગરપાલિકા વિસ્તારમાં હાલ ઓવર બ્રિજના કામ ચાલી રહ્યા છે. એ ઉપરાંત રેલવે અન્ડરપાસના પણ કામ ચાલી રહ્યા છે. જેને કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસા દરમિયાન આ સમસ્યા વકરશે તેવી નગરજનોને ભીતિ છે. ત્યારે પાલિકાના નવનિયુક્ત પ્રમુખ ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો નગરજનોને આ સમસ્યા માંથી કેટલી રાહત અપાવે છે તે જોવું રહ્યું.

  1. Vapi News: સ્વચ્છતા સર્વેક્ષણ 2023માં વાપી નગર પાલિકા પ્રથમ ક્રમે, સતત 7મા વર્ષે પ્રથમ

Last Updated : Jun 14, 2024, 3:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.