ETV Bharat / state

વલસાડમાં પૂરના પાણી ઓસર્યા બાદ રોગચાળાનો ભય, આરોગ્ય વિભાગની 13 ટીમે મોરચો સંભાળ્યો - Valsad rain update

author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 30, 2024, 3:10 PM IST

વલસાડ જિલ્લામાં વરસાદે તારાજી સર્જી છે. આ દિવસો દરમિયાન 1,475 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું અને 16 લોકોને રેસ્ક્યુ કરાયા હતા. ત્યારે હવે પાણી ઓસર્યા બાદ રોગચાળો ન ફેલાય તે માટે આરોગ્ય વિભાગની 13 ટીમ કામે લાગી છે. આમ જિલ્લામાં પૂરના પાણી ઉતરી ગયા બાદ વહીવટી તંત્ર સક્રિય બન્યું છે. Valsad health department

પાણી ઓસર્યા બાદ રોગચાળાનો ભય
પાણી ઓસર્યા બાદ રોગચાળાનો ભય (ETV Bharat Gujarat)

વલસાડ : ગત 23, 24 અને 25 ઓગસ્ટ દરમિયાન વલસાડ જિલ્લામાં 13 ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાયો હતો. જેને પગલે ઓરંગા નદીએ તેની ભયજનક સપાટી વટાવી દીધી હતી. જેના કારણે વલસાડ શહેરના નીચાણવાળા અનેક વિસ્તારો અને નજીકના ગામોમાં ઔરંગા નદીના પૂરના પાણી ફરી વળ્યા હતા. અનેક ઘરોમાં પણ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. વહીવટી તંત્રએ 1,475 જેટલા લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા.

વલસાડમાં જળબંબાકાર : મુશળધાર વરસાદને કારણે ઔરંગા નદીના પાણી અનેક નીચાણવાળા વિસ્તારમાં ભરાયા હતા. ઔરંગા નદીના પાણી વલસાડ શહેરના કાશ્મીર નગર, બરૂડિયા વાળ, ભાગડા ખુર્દ હનુમાન ભાગડા, લીલાપોર, ભદેલી દેસાઈ પાટી જેવા ગામોમાં ફરી વળતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જેને પગલે અહીં રહેનારા 1,475 લોકોને વહીવટી તંત્ર દ્વારા સલામત સ્થળે એટલે કે શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમના ચા-પાણી નાસ્તો અને ભોજન માટેની વ્યવસ્થા કરાઈ હતી.

પાણી ઓસર્યા બાદ રોગચાળાનો ભય, આરોગ્ય વિભાગે મોરચો સંભાળ્યો (ETV Bharat Gujarat)

પાણી ઓસર્યા બાદની સ્થિતિ : વલસાડના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પૂરના પાણી ઉતરી ગયા બાદ ગંદકી, કાદવ-કીચડ અને કચરાનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. જેને પગલે રોગચાળો ન ફેલાય તે માટે વહીવટી તંત્ર દ્વારા પાલિકા તેમજ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની ટીમો વિવિધ સ્થળો પર પહોંચીને આરોગ્ય લક્ષી સેવાઓ માટેની કામગીરીમાં જોતરાયેલી જોવા મળી હતી.

આરોગ્ય વિભાગની કામગીરી : ઔરંગા નદીના પૂરના પાણી ઉતરી ગયા બાદ કાશ્મીર નગર બરૂડિયા વાળ ભાગડા, હનુમાન બાગડા, વધેલી વેજલપુર નાનકવાડા જેવા અનેક વિસ્તારમાં આરોગ્ય લગતી સેવાઓ આપવામાં આવી હતી. સાથે જ અહીંથી સ્થળાંતરિત કરાયેલા તમામ લોકોની તપાસ કરી તાવ, શરદી-ખાંસી જેવા સામાન્ય રોગોની દવાઓ હતી. તેમજ લોકોને ગરમ અને ઉકાળેલું પાણી પીવા માટે સૂચન કરવામાં આવ્યું હતું. આ કામગીરી માટે આરોગ્ય વિભાગની 13 જેટલી ટીમ કામે લાગી હતી. તેમજ વિવિધ વિસ્તારમાં ક્લોરિનેશનની કામગીરી કરાઈ હતી.

"જિલ્લા પંચાયતની ટીમ દ્વારા નુકસાનીના સર્વેની કામગીરી પણ હાથ ધરાઈ છે, જે બાદ જે ઘરોને ઘરવખરીમાં નુકસાન થયું છે એ તમામને નુકસાનીનું વળતર ચૂકવવા માટે કામગીરી કરાશે." -- ધવલ પટેલ (સાંસદ, વલસાડ)

58 કામદારોની ટીમ મેદાને ઉતરી : વલસાડ નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર દશરથ ગોહિલના માર્ગદર્શનમાં કોઈ રોગચાળો ન ફેલાય તે માટે વિવિધ વિસ્તારમાં 58 કામદારોની ફોજ ઉતારવામાં આવી હતી. અનેક જગ્યાઓ પર વરસાદી પાણી ભરાવાને કારણે એકત્ર થયેલ કાદવ-કીચડ, પ્લાસ્ટિક કચરો સહિતની ચીજવસ્તુઓ ઉપાડી આઠ ટ્રેક્ટરની મદદથી ભરીને ડમ્પિંગ સાઈડ પર મોકલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સાથે જ જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો.

આરોગ્ય વિભાગની કામગીરી
આરોગ્ય વિભાગની કામગીરી (ETV Bharat Gujarat)

ફોગિંગ અને જંતુનાશક દવાનો છંટકાવ : નગરપાલિકા વિસ્તારમાં વાડી ફળિયામાં 8 સફાઈ કામદારો, કાશ્મીર નગરમાં 10, હનુમાન મંદિર વિસ્તારમાં 6, દાણા બજાર વિસ્તારમાં 6, પીચિંગ વિસ્તારમાં 4, ખોડીયાર માતા મંદિર વિસ્તારમાં 4, રામલલા મંદિર વિસ્તારમાં બે અને વાડી ફળિયામાં ચાર કામદારોની ટીમ ઉતારી સાફ-સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ ફોગિંગ મશીનનો ઉપયોગ કરી મચ્છરોનો ઉપદ્રવ રોકવા માટે કામગીરી જોરશોરથી કરવામાં આવી રહી છે.

અસરગ્રસ્ત પશુઓની સારવાર : ઔરંગા નદીના પાણી વલસાડની આસપાસના ગામોમાં ફેલાતા પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. આ પાણી ઉતરી ગયા બાદ આ પાણીમાં મનુષ્યની સાથે પશુઓ પણ અસરગ્રસ્ત થયા હતા. જેમાં 205 જેટલા પશુઓને સ્થળાંતર કરવામાં આવ્યા હતા. જોકે, હાલમાં જિલ્લા પંચાયત પશુપાલન વિભાગના ડોક્ટર જગદીશ વસાવાની સીધી દેખરેખ હેઠળ પશુઓમાં રોગચાળો ન ફેલાય તે માટે રસીકરણ કામગીરી તેમજ નિર્મોવીંગ દવાનું વિતરણ કરવામાં આવ્યું છે. હાલમાં 357 જેટલા પશુઓ અસરગ્રસ્ત હોવાનું જાણવા મળી રહ્યું છે.

ફોગિંગ અને જંતુનાશક દવાનો છંટકાવ
ફોગિંગ અને જંતુનાશક દવાનો છંટકાવ (ETV Bharat Gujarat)

સગર્ભા માતાઓને સમયસર સારવાર : વલસાડ શહેરમાં પૂર જેવી પરિસ્થિતિ નિર્માણ થતા વહીવટી તંત્ર દ્વારા કાશ્મીર નગર અને બરોડિયા વાળ વિસ્તારમાંથી 1475 જેટલા લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમાં ત્રણ જેટલી સગર્ભા મહિલાઓ પણ સામેલ છે. સાથે જ એક સગર્ભા મહિલાનું NDRF દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, તેને પણ તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાઈ હતી. આમ પૂર જેવી પરિસ્થિતિમાં પણ ત્રણ જેટલી સગર્ભા મહિલાને તાત્કાલિક સારવાર મળી રહી હતી.

ગેબિયન પ્રોટેક્શન વોલ બનશે : વલસાડના પ્રભારી અને રાજ્ય કક્ષાના વન પર્યાવરણ ક્લાઈમેટ ચેન્જ અને જળ સંપત્તિ પાણી પુરવઠા મંત્રી મુકેશ પટેલે વલસાડ જિલ્લાની મુલાકાત લીધી હતી. તેમજ ઔરંગા નદીના પૂરના પાણીથી અસરગ્રસ્ત બનેલા કાશ્મીર નગર, બરૂડિયાવાડ, ભાગડા ખુર્દ ગામની મુલાકાત લીધી હતી. વહીવટી તંત્ર દ્વારા ચાલી રહેલી વિવિધ કામગીરીની સમીક્ષા કરી હતી, તેમજ ભાગના ખુર્દ ગામે ઔરંગા નદીના કિનારે ધોવાણ અટકાવવા માટે 1.88 કરોડના ખર્ચે ગેબિયન પ્રોટેક્શન વોલ નિર્માણ કરવા માટે જાહેરાત કરી હતી.

વલસાડમાં પૂરના પાણી
વલસાડમાં પૂરના પાણી (ETV Bharat Gujarat)

કામગીરી પર સાંસદની ચાપતી નજર : સાંસદ ધવલ પટેલે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું કે, વલસાડમાં પૂર જેવી સ્થિતિ બાદ જનજીવન અસ્તવ્યસ્ત બન્યું હતું. 1400 થી વધુ લોકોને સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા. જોકે પાણી ઉતરી ગયા બાદ હવે રોગચાળો ન ફેલાય તે માટે વહીવટી તંત્ર કામે લાગ્યું છે. કોઈપણ રીતે રોગચાળો ન ફેલાય અને સુરક્ષા જળવાઈ રહે તે માટે તમામ ટીમો કામે લાગી છે. નગરપાલિકા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગની ટીમ દ્વારા સાફ-સફાઈ અને આરોગ્ય લક્ષી કામગીરી કરાઈ રહી છે.

56 મકાનોને નુકસાન : તારીખ 24 થી 29 ઓગસ્ટ સુધીમાં પડેલા વરસાદ અને વાવાઝોડાને પગલે વલસાડ જિલ્લાના અનેક તાલુકામાં થયેલા ખાના ખરાબી અને નુકસાનમાં 14 જેટલા કાચા મકાનને નુકસાન પહોંચ્યું છે. જ્યારે 42 જેટલા પાકા મકાનોને નુકસાન પહોંચ્યું છે. તો અંશતઃ કાચા 5 મકાન અને અંશતઃ પાકા 3 મકાનને નુકસાન થયું છે. જ્યારે 208 લોકોને મકાનને નુકશાન થતા સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા.

વલસાડમાં જળબંબાકાર
વલસાડમાં જળબંબાકાર (ETV Bharat Gujarat)

રેસ્ક્યુ ઓપરેશન : ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પૂર જેવી સ્થિતિ હતી, જેમાં અનેક લોકો ફસાયા હતા. જિલ્લામાં કુલ 16 જેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, જેમાં ભદેલી જગાલાલા ખાતે ફસાયેલા સાત લોકોને રાત્રે NDRFની ટીમે ઉગારી લીધા હતા. તો મોટાપોઢા ગામે કોઝવે પરથી આઇસર ટેમ્પો પાસ કરનારા ચાલક પાણીમાં ફસાઈ જતા પોલીસ ટીમે તેને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યો હતો. ઉમરસાડી ખાતે આવેલા જીંગા તળાવમાં ફસાયેલા પાંચ લોકોનું રેસ્ક્યુ કરાયું હતું. ભાગડા વાળા ગામે ઔરંગા નદીમાં પાણી ભરાતા ફસાયેલા બે લોકોને NDRF ટીમે રેસ્ક્યુ કર્યા હતા. ભાગડા ખુર્દ ગામે એક સગર્ભા મહિલાને NDRF ટીમ દ્વારા રેસ્ક્યુ કરી સારવાર માટે લઈ જવામાં આવી હતી.

  1. વડોદરામાં માનવતા મહેકી, પોલીસ પાણી લઈને લોકોની મદદે દોડી
  2. ઔરંગા નદીમાં ઘોડાપૂર આવ્યા, 150 લોકોને સલામત સ્થળે ખસેડાયા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.