વલસાડ: તાલુકાના એંદરગોટા પ્રાથમિક શાળાના શિક્ષકના ગેરહાજરીના કારણે ધોરણ 6, 7 અને 8ના વિદ્યાર્થીઓનું ભણતર મુશ્કેલીમાં મુકાયું છે. શાળાના શિક્ષક ચાર મહિનાથી વિદેશની સફરે છે જેના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી છે.
મળતી માહિતી મુજબ જણાવ મળે છે કે, શિક્ષકે વોટ્સએપ મારફતે કપાત રજા મૂકવાની જાહેરાત કરી હતી. જોકે શિક્ષણ વિભાગે તેમની અરજી સ્વીકારી નથી. ઉપરાંત આ સમગ્ર મુદ્દે વાલીઓ અને સ્થાનિક આગેવાનો રોષે ભરાયા છે.
ત્રણ વાર નોટિસ મોકલી છે: જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બારીયાએ આ મુદ્દે જણાવ્યું કે, "સરપંચ અને વાલીઓની ફરિયાદ આવ્યા બાદ તેમના દ્વારા તાલુકા શિક્ષણ અધિકારીને જાણ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમનો કોન્ટેક કારવાણીઓ પ્રયત્ન કરવામાં આવ્યો હતો. જેમાં કોઈ જવાબ ન આવતા અંતે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ખુલાસા માટે 27 સપ્ટેમ્બર 2024 ના રોજ વિશેષ નોટિસ આપવામાં આવી હતી. જે બાદ શિક્ષકે સોશિયલ મીડિયા એટલે કે વોટ્સએપના માધ્યમથી પોતે કપાત રજા મૂકી વિદેશ ગયા હોવાનું બહાર આવ્યું હતું. જોકે હજુ સુધી શિક્ષક વિદેશથી પરત ફર્યા નથી જેના કારણે શાળાના વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડી રહી છે."
બિન અધિકૃત રીતે ગેરહાજર: વલસાડ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી.ડી. બારીયાએ જણાવ્યું કે, "છેલ્લા ચાર માસથી શિક્ષક ગેરહાજર છે. વિદેશ જવા માટે જે પ્રોસેસ કરવી જોઈએ અને જે જિલ્લામાંથી એનઓસી લેવી જોઈએ તે કોઈ પણ પ્રકારની એનઓસી અમારા તરફથી આપવામાં આવી નથી. તેમજ કપાત રજા મેળવવા માટે તેમણે જે ખુલાસો કર્યો છે કારણ દર્શક નોટિસ બાદ તે પણ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સ્વીકારવામાં આવ્યો નથી. એટલે કે આ શિક્ષક બિનઅધિકૃત રીતે ગેરહાજર રહ્યા છે. આ મામલે તપાસ માટે રજુઆતો ચાલે છે, પરંતુ તંત્રના અભિગમને કારણે વિદ્યાર્થીઓ ભવિષ્યની ચિંતામાં મુકાયા છે."
આ પણ વાંચો: