ETV Bharat / state

વલસાડ જિલ્લાની ધરા ધ્રુજી, ગ્રામ્ય વિસ્તારમાં 2.9 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો

વલસાડ જિલ્લામાં ગુજરાત મહારાષ્ટ્રની બોર્ડર નજીક 2.9 ની તીવ્રતાનો ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. વલસાડથી 46 કિમી દૂર ખાટા આંબા નજીક એપિસેન્ટર નોંધાયું છે.

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 9, 2024, 7:01 AM IST

વલસાડ : ધરમપુર તાલુકાના સરહદી ગામોમાં છેલ્લા બે દિવસથી સતત ધરતીકંપના આંચકા નોંધાઈ રહ્યા છે, જેના કારણે ગ્રામીણ કક્ષાએ લોકોમાં ભયનું વાતાવરણ છે. ગુરૂવારના રોજ ધરમપુરના ઉગતા ગામે ધરતીકંપનો આંચકો અનુભવાયો હતો. બપોરે 12:30 વાગ્યાની આસપાસના અસરામાં આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો.

વલસાડ જિલ્લાની ધરા ધ્રુજી : ધરમપુરથી 46 કિલોમીટર દૂર આવેલા નડગધરી અને બોપી જાગીરી જેવા ગામોમાં ધરતીકંપના આંચકાનો અનુભવ થયો હતો. અચાનક આવેલા આંચકાના પગલે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સમગ્ર ઘટનાને મેટ્રોલોજી ડિપાર્ટમેન્ટ દ્વારા પણ નોંધવામાં આવી છે. ભૂકંપનું કેન્દ્ર બિંદુ ધરમપુરથી 46 કિલોમીટર દૂર ખાટા આંબા નજીક જમીનમાં 11 કિલોમીટર ઊંડે હોવાનું નોંધવામાં આવ્યું છે.

ગ્રામ્ય કક્ષા ભયનો માહોલ : ભૂકંપના આંચકાના પગલે લોકોમાં ભયનું વાતાવરણ છે, તો ગ્રામીણ કક્ષાએ રહેતા લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. કેટલીક સેકન્ડો માટે આવેલા ભૂકંપના આંચકાને પગલે કોઈ જાનહાનિની ઘટના બની નથી. ધરમપુરના બોર્ડર વિલેજના નડગધરી, બોપી જાગીરી, હનમત માળ, ખાડા, ઉગતા જેવા અનેક ગામોમાં ભૂકંપનો આંચકો અનુભવવામાં આવ્યો હતો.

ભૂકંપ એપિસેન્ટર ક્યાં ? દક્ષિણ ગુજરાતમાં ધરમપુરથી 46 કિલોમીટર દૂર આવેલા ખાટા આંબા ગામ નજીક જમીનમાં 11 કિલોમીટર ઊંડે ધરતીકંપનું કેન્દ્રબિંદુ હોવાનું સિસ્મોલોજી વિભાગની સરકારી વેબસાઈટ પર પણ નોંધ લેવામાં આવી છે. આ ભૂકંપ 2.9 ની તીવ્રતાનો આંકવામાં આવ્યો છે. સમય અંદાજિત 8.02 કલાક હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

નડગધરી ગામના અગ્રણી દિનેશભાઈ ભોંયાએ ETV Bharat સાથે ટેલિફોનિક વાતચીત કરતા જણાવ્યું કે, તેમના વિસ્તારમાં અને ફળિયાના લોકોના તેમના પર ફોન આવ્યા હતા. અચાનક આવેલા ધરતીકંપને લઈને લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા. આ ધરતીકંપના સમયે લોકો ઘરમાં પોતાનું કામ કરી રહ્યા હતા, તો કેટલીક મહિલાઓ રસોડામાં રસોઈ બનાવી રહી હતી. ધરતીકંપ આવતા જ લોકો ઘરની બહાર નીકળી આવ્યા હતા.

  1. ધરમપુરના બોપી ગામે ભાઈ-બહેન નદીમાં ડૂબ્યા, બાળકનું મોત
  2. વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ, ડાંગરના પાકને થયું નુકસાન

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.