ETV Bharat / state

સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની લંપટ લીલાને લઈ, હરિભક્તોમાં રોષ ભભૂક્યો - vadatal swaminarayan mandir

વડોદરાના વાડી ખાતે વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. અને એક સંતની લંપટ લીલાનો વિડીયો વાયરલ થયો હતો. જેને કારણે ભક્તોમાં રોષ જોવા મળ્યો હતો. જેમાં આજ રોજ તોઓ વડતાલ સ્વામિનારાયણ મંદિરે બેનરો સાથે વિરોધ પ્રદર્શન કરી વિરોધ કરવામાં આવ્યો છો., vadatal swaminarayan mandir

વડતાલ સ્વામિનારાયણ મંદિર
વડતાલ સ્વામિનારાયણ મંદિર (ETV Bharat Guajrat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 13, 2024, 4:21 PM IST

વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત વિરુદ્ધ બેનર પ્રદર્શન (ETV Bharat Guajrat)

વડતાલ: વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાયની તાજેતરની ઘટનાઓને ધ્યાનમાં લઈ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો પ્રત્યે હરિભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં વડોદરાના વાડી ખાતે સ્વામિનારાયણના સંત વિરુદ્ધ દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી. તેમજ અન્ય એક સંતની લંપટ લીલાનો વિડીયો પણ વાયરલ થયો હતો. જેને કારણે આવા સંતો પ્રત્યે હરિભક્તોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઇ આજરોજ મોટી સંખ્યામાં હરિભક્તો વડતાલ સ્વામિનારાયણ મંદિરે પહોંચ્યા હતા. જ્યાં બેનરો પ્રદર્શિત કરી વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ આવેદનપત્ર આપી આ સાધુઓ વિરુદ્ધ રજૂઆત કરી સંપ્રદાયમાંથી તેમને દૂર કરવાની માંગ કરવામાં આવી હતી.

હરિભક્તોએ બેનર પ્રદર્શિત કરી વિરોધ દર્શાવ્યો: સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની લંપટ લીલાઓ વિડીયો બહાર આવતા હરિભક્તોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે આજ રોજ આક્રોશિત હરિભક્તો રાજ્યભરમાંથી વડતાલ ખાતે આવી પહોંચ્યા હતા. અલગ અલગ સ્થળોએથી આવેલા આગેવાન હરિભક્તોએ લંપટ સાધુને ભગાવો-સંપ્રદાય બચાવો, પ્રાઇવેટ સંસ્થા ભગાવો-વડતાલ ગાદી બચાવો, ટ્રસ્ટીઓને ભગાવો-મંદિરને બચાવો, વર્ણશંકર અઠે ગઠેને ભગાવો-ધર્મને બચાવો, નરાધમ સાધુને ભગાવો-સ્ત્રી ધનના ત્યાગીઓને લાવો, લંપટ સાધુના સરદાર નૌતમપ્રકાશને ભગાવો-સંપ્રદાયનું બંધારણ બચાવો, દેવનો ધર્માદો સ્વીકારો-શિક્ષાપત્રીનું પાલન કરો, વહીવટી સ્કીમનો અમલ કરો-સિદ્ધાંતો બચાવો તેવા વિવિધ બેનર દર્શાવી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. સાથે સાથે હરિભક્તો દ્વારા મંદિર કાર્યાલયમાં આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું.

બાઉન્સરો દ્વારા મીડીયાકર્મીઓ સાથે ધક્કામુક્કી: સમગ્ર બાબતને લઈ કવરેજ કરવા માટે ગયેલા મીડીયા કર્મીઓ સાથે મંદિરના બાઉન્સરો દ્વારા ધક્કામુક્કી કરવામાં આવી હતી. મીડીયા કર્મીઓને કાર્યાલયમાં જતા રોકવામાં આવ્યા હતા. આ બાબતે મંદિરના કોઈ સંત મીડીયાને મળ્યા ન હતા કે તેમના દ્વારા કોઈપણ પ્રકારનું નિવેદન અપાયુ ન હતું. લંપટ લીલા બહાર આવ્યા બાદ મંદિરના સંતો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ત્યારે કવરેજ કરવા માટે ગયેલા મીડીયા કર્મીઓ સાથે ઉદ્ધતાઈ પૂર્વક વર્તન કરી ધક્કા મારતા મીડીયા કર્મીઓમાં રોષ ફેલાયો હતો.

અમારે નીચાજોણું થાય છે હરિભક્ત: અમે આ લંપટ બાવાની વિરૂદ્ધ આવેદનપત્ર આપવા આવેલા છીએ. સમગ્ર ગુજરાતમાંથી ત્રણસો જેટલા આગેવાન હરિભક્તો આવ્યા છીએ. આ લંપટ બાવાઓ બે દિવસે ચાર દિવસે પેપરના પાને આવે અને અમારે નીચાજોણું થાય છે. એ ખરાબ કૃત્ય કરે છે એનો વિરોધ કરવા માટે અમે આવ્યા છીએ.

  1. સ્વામિનારાયણ સંપ્રદાયના સંત વિરુદ્ધ યુવતીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ, સાત વર્ષ બાદ યુવતીએ અવાજ ઉઠાવ્યો - Allegation of molestation against saint vadodara
  2. ઓડિશામાં સરકાર બનતાની સાથે જ ભાજપે પુરુ કર્યુ પોતાનું પહેલું વચન, જગન્નાથ મંદિરના તમામ દ્વાર ખોલ્યા - Sri Mandir Puri

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.