વડોદરા: નવરાત્રીના બીજા નોરતે વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં સગીરા તેના મિત્ર સાથે બેઠી હતી. આ દરમિયાન તેમની સાથે માથાકુટ કરીને ત્રણ જેટલા ઇસમો દ્વારા સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. આજે આ ઘટના સામે વડોદરા ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી છે, તમામ આરોપીઓ વડોદરાના તાંદલજા વિસ્તારના રહેવાસી હોવાનું બહાર આવ્યું છે.
તમામ આરોપીઓ પરપ્રાંતિય: જાણવા મળતી માહિતી મુજબ વડોદરા ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ભાયલી ગેંગ રેપના આરોપીઓને દબોચી લીધા છે. પાંચેય આરોપીઓ તાંદલજા વિસ્તારના રહેવાસી હોવાનું હાલ જાણવા મળી રહ્યું છે. આરોપીઓની વધુ પુછપરછ માટે વડોદરા ક્રાઇમ બ્રાન્ચની ઓફીસે લઇ જવામાં આવ્યા છે. આરોપીઓ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર પીઓપીનું કામ કરતા હોવાનું જાણવા મળ્યું છે. આ તમામ આરોપીઓ પરપ્રાંતિય હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
પોલીસે વર્ણાવી ઘટના: વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આનંદે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, મોડી રાત્રે દુષ્કર્મની ઘટના સામે આવી છે. મોડી રાત્રે પીડિતા તેના મિત્રને લક્ષ્મીપુરા વિસ્તારમાં રાતે 11:30 કલાકે મળી હતી. ત્યાર બાદ બંને ભાયલીમાં આશાપુરા માતાજીના મંદિરની આસપાસ વાત કરવા માટે સ્કુટી પર ગયા હતા. દરમિયાન 2 બાઇક પર પાંચ લોકો આવ્યા હતા. પહેલા તેમણે બંને જોડે અભદ્ર ભાષામાં વાત કરી હતી. બંનેએ તેમનો વિરોધ કરતા એક શખ્સે પીડિતાના મિત્રને રોકી રાખ્યો હતો અને બે દ્વારા તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. અન્ય બે બાઇક સવાર ત્યાંથી ઘટના પહેલા નિકળી ગયા હતા. ઘટના બાદ પીડિતાએ સંતુલીત થઇને પોલીસને જાણ કરી હતી.
આરોપીઓનું મેડિકલ ચેકઅપ: આરોપીઓને હાલ મેડિકલ ચેકઅપ માટે સયાજી હોસ્પિટલ લઈ જવાયા છે. મેડિકલ ચેકઅપ બાદ પોલીસ આરોપીઓને બતાવાશે. એક આરોપીને સ્ટ્રેચર પર લઈ જવાયો છે. કુલ ત્રણ આરોપીઓને મેડિકલ માટે સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યા છે. તો બીજી તરફ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંમ્હા કોમાર આ સાથે રેન્જ આઇજી અને જિલ્લા પોલીસવડા વડોદરા ક્રાઈમ બ્રાન્ચ કચેરી ખાતે પહોંચ્યા હતાં.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, દિવસમાં પણ આ વિસ્તાર આવાવરુ હોય છે ત્યારે રાતે આરોપીઓનું મોઢું તેમણે જોયું નહોતું, તેમને તેમના દેખાવ, વાતોની શૈલી વગેરે જણાવી હતી. આરોપીઓને પકડવા વિવિધ ટીમો બનાવીને રવાના કરવામાં આવી છે. ગરબા સાથે આ ઘટનાનો કોઇ સંબંધ નથી. સગીરા મિત્રને મળવા ઘરેથી નિકળી હતી. પ્રાથમિક માહિતીમાં તે ગરબા ગ્રાઉન્ડમાં ગઈ જ ન હતી.