વડોદરા: વડોદરા શહેરમાં ઈલોરા પાર્કના LIG ફ્લેટમાં એકાએક આગ લાગી હતી. પરંતુ ફ્લેટમાં ત્રીજા માળે રહેતા એક આધેડનું આગમાં મોત થયું હતું. જે સમાચારને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. જાણવા મળતી માહિતી મુજબ આધેડ વિકલાંગ હોવાથી સમયસર બહાર ન નીકળી શક્યા જેના કારણે તેમનું મોત થયું હતું. સમગ્ર ઘટનાની જાણ ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે દોડી આવી હતી. આગની લપેટમાં રવીન્દ્ર શર્માનું મોત થયું છે. ભારે જહેમત બાદ ફાયરની ટીમે મૃતદેહ બહાર કાઢ્યો છે.
વીજ ઉપકરણો ગરમ થતાં શોર્ટ સર્કિટ થતા આગ લાગી: પ્રાથમિક માહિતી અનુસાર આ ફલેટમાં મોટાભાગની જગ્યા ઉપર વીજ ઉપકરણો ગરમ થવાથી કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. ઘરોમાં પણ લોકો AC, ફ્રિજ, ટીવી, મોબાઇલ વગેરેનો સતત વપરાશ કરે છે. સતત ગરમ થવાના કારણે કોંપ્રેસર ઉપર લોડ વધી જાય છે. જેનાથી ગરમ થઇને તે બ્લાસ્ટ થઈ જાય છે અને ઘર, ઓફિસ, ફેક્ટ્રી વગેરેમાં ભીષણ આગ લાગી જાય છે. જેનું પુનરાવર્તન થયું છે.
શોર્ટસર્કીટથી આગ લાગી હોવાનું અનુમાન: વડોદરાના ઈલોરા પાર્કમાં આગ લાગી હતી. જેમાં વિકલાંગ વ્યકિત ઘરની બહાર નીકળી નહીં શકતા તેમનું ઘટના સ્થળે જ મોત નિપજયું હતુ. શોર્ટસર્કીટથી આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે, આગ એટલી વિકરાળ બની ગઈ હતી કે ઘરની બહાર વ્યકિત નીકળી શકયા નહીં જેના કારણે તેમનું ઘરમાં જ મોત થયું છે, ફાયર વિભાગે આગને કાબુમાં લીધી અને મૃતદેહને બહાર કાઢી પીએમ અર્થે મોકલી આપ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર વાત કરવામાં આવે તો વૃદ્ધાના પુત્ર અમેરિકામાં રહે છે.
પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો: વડોદરા શહેરમાં સમગ્ર ઘટનાને લઈ પોલીસ પણ ફલેટમાં પહોંચી હતી અને તપાસ હાથધરી હતી. વૃદ્ધાના મૃતદેહને પીએમ અર્થે મોકલી આપ્યો છે અને વધુ તપાસ હાથધરી છે. ત્યારે FSLની મદદથી રિપોર્ટ પણ લેવામાં આવ્યો છે, જેમાં આગ લાગવાનું સાચું તારણ સામે આવશે. હાલમાં તો પરિવારના સભ્યોના નિવેદન તેમજ આસપાસના સ્થાનિકોના નિવેદન પણ લેવામાં આવ્યા છે. વૃદ્ધાના મૃતદેહનું પીએમ થશે ત્યારબાદ પરિવારને મૃતદેહ સોંપવામાં આવશે. આસપાસના સ્થાનિકોનું માનવું છે કે ઘરમાં શોર્ટસર્કીટ થયું જેના પગલે આગ લાગી છે.
આ પણ વાંચો: